THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના રળીયાતી રોડ પર આવેલ વ્રજધામ સોસાયટીમાં સીટી સર્વે નંબર ૮૬૭૭ રેવન્યુ સર્વે નંબર ૭૦૩ માં ૪૨૮ સ્ક્વેર મીટર (૪૬૦૬ ચોરસ ફુટ) વાળા કોમન પ્લોટમાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી મકાનો બનાવી વેચાણ કરી દીધેલ છે અને હાલ સોસાયટીમાં કોઈ પણ પ્રકારનો કોમન પ્લોટ રહ્યો નથી. સોસાયટીમાં કોઈપણ નાના-મોટા પ્રસંગ કરવો હોય તો કોઈ પણ જગ્યા નથી અને સોસાયટીમાં રહેતા મધ્યમ વર્ગના લોકોને ખુબ જ અગવડતા પડે છે અને સામાન્ય માણસોને કોઈ પણ નાનો મોટો પ્રસંગ કરવો હોય તો ભાડે પાર્ટી પ્લોટ લેવો મોંઘો પડે છે જેથી દાહોદના કલેકટર વિજય ખરાડીને સોસાયટીના રહીશોએ સોસાયટીના “કોમન પ્લોટ” નું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવી આપવા આવેદનપત્ર સાથે લે-આઉટ પ્લાન નકશો આપવામાં આવ્યો હતો.
વધુમાં વ્રજધામ સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેકટર વિજય ખરાડીને જણાવ્યું હતું કે બિલ્ડરે જે ગેરકાયદેસર બાંધકામ કરેલ છે તેની ડાબી બાજુની દીવાલ બનાવી, દરવાજો બનાવી ખુલ્લા પ્લોટ છે તેમાં પણ નગર નિયોજકના નકશા પ્રમાણે ૧૫ ફૂટ જગ્યા (૪ મીટર) દબાવીને ગેરકાયદેસર કોર્ડન કરેલ છે તે પણ દૂર કરવામાં આવે તેવી પણ વિનંતી કલેકટરશ્રીનેે કરવામાં આવી હતી.