SMIT DESAI –– SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ સંજેલી – માંડલી – સુલિયાત તરફનો રોડ છેલ્લા કેટલાય દિવસથી ચોમાસાના વરસાદને લઇ ઉબડ ખાબડ અને ખાડાવાળો બની ગયેલ છે. સંજેલી થી પ્રતાપપુર – માંડલી તરફના રસ્તાઓ ઉપર અનેક જગ્યાએ ખાડા પડી જતા નાના મોટા વાહન ચાલોકોને રોજિંદી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોડ ઉપર સ્લીપ ખાતા નાના મોટા વાહન ચાલોકોને અકસ્માતનો ભય રહે છે. આ રસ્તાની મરામત કરવામાં આવતી નથી. સંજેલી થી સુલિયાત સુધીનો રોડ સ્ટેટ હાઈવેમાં સમાવેલો હોવા છતાં પણ ભંગાર બની ગયેલા આ રોડનું રીપેરીંગ કામ કરવામાં આવતું નથી. જેથી લોકોમાં રોષ ફેલાયલો છે. અને તાત્કાલિક આ રોડ પર પડી ખાડાઓનું પુરાણ કરી રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ તંત્ર સામે ઉઠવા પામી છે. અને જો એક સપ્તાહમાં તંત્ર રોડના ખાડા પુરવા માટેની કાર્યવાહી નહીં કરે તો આ રોડ ઉપર આવેલ ગામના લોકો રસ્તા રોકો આંદોલન કરશે.