દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નવીન રસ્તાની કામગીરી હાથ ધરવા માટે દાહોદના સાંસદ અને લીમખેડાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ ગામો ખાતે રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં લીમખેડા તાલુકાના કડદા નવા વડીયા, જુના વડીયા, મોટી વાસવાણી, દાંતિયા, ખીરખાઈ, મોટા હાથીધરા, ચીલાકોટા, ખેરીયા, ઉસરા સહિતના વિવિધ ગામોને જોડતા કુલ 64 જેટલાં રસ્તાઓનું 60 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દાહોદ સાંસદના હસ્તે 60 કરોડના ખર્ચે બનનારા 64 જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે લીમખેડા ગામના 64 જેટલા રસ્તાઓનું 60 કરોડના ખર્ચે નવીનીકરણ કરવા માટેનું કર્યું ખાતમુહૂર્ત
RELATED ARTICLES