THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના દાહોદ શહેરના ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં આજે તા.૦૪/૦૩/૨૦૨૨ ને શુક્રવારના રોજ હીમોફિલિયાના સારવારની શરૂઆત દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરના પ્રયત્નોથી થઈ, આ અગાઉ દાહોદના હીમોફિલિયાના દર્દીઓને સારવાર માટે વડોદરા જવું પડતું હતું અને આ સારવારના એક ઇન્જેક્શન માટે રૂપિયા 25 હજારનો ખર્ચ થતો હતો. જે જિલ્લાના ગરીબ અને આદિવાસી દર્દીઓ માટે ખૂબ મુસીબત સમાન હતો. જેનું હવે કાયમી સોલ્યુશન આવી જતા આવા હીમોફિલીયાના બંને પ્રકારના દર્દીઓ હીમોફિલિયા A અને હીમોફિલિયા B ને દાહોદમાં ઘર આંગણે સારવાર મળી રહેશે. આ હીમોફિલીયાના દર્દીઓ જેવા કે જેમને શરીરના કોઈક ભાગમાં વાગ્યું હોય અને ત્યાં તેમને લોહી નીકળી સોજો આવી જાય જેથી પેશન્ટ થોડા સમયમાં હેન્ડિકેપ થઈ જાય તે માટે આપતા આ ઇન્જેક્શન આજથી દાહોદના ઝાયડસ પીડિયાટ્રી પેશન્ટો જેમાં હેમોફીલિયા ના 75 અને થેલેસેમિયાના 113 પેશન્ટ રજિસ્ટર છે. જે પૈકી આજથી બાળકોની સારવાર પ્રથમ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનો શુભારંભ દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઝાયડસ ના CEO સંજય કુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા, મેનેજર પ્રકાશ પટેલ, ઝાયડસના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધા દાહોદ જિલ્લાની જનતા માટે આશીર્વાદ સમાન સાબિત થશે.