KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ સીટી ગ્રાઉન્ડ ઉપર ભીલ સુધારણા મંડળ દ્વારા આજે એક ભવ્ય ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ ઢોલ મેળામાં મધ્ય પ્રદેશ , રાજેસ્થાન અને ગુજરાત ના બોર્ડર ના આદિવાસીઓ દ્વારા ઢોલ મેળામાં ઉત્સાહ ભેર ભાગ લેવામાં આવ્યો છે.આ ઢોલ મેળામાં 250 ઉપરાંત ના ઢોલીઓ એ ભાગ લીધો હતો અને આ મેળાનું આયોજન એટલે કરવામાં આવે છે કે આદિવાસીઓ ની આ ઢોલ વગાડવાની જૂની પરંપરા છે અને આ તેઓ ની પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે અને સાથે સાથે આજુબાજુના સમાજ ના તમામ લોકો આ બહાને ભેગા થાય તે હેતુ થી આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. મોટા મોટા ઢોલ થાળી અને ઢોલ ના તે માટે સાથે એક સાઈડ માં આડસ રાખવામાં આવે છે.ઢોલ પુરા ખંત થી અને આપવામ આવે છે.