દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ગરબાડા ચોકડી પર આવેલ રાજકૃપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ તથા અક્ષર ઇન્સ્ટિટ્યુટ ઓફ પેરામેડીકલ સાયન્સ દ્વારા આજે તા.૨૦/૦૪/૨૦૧૯ ને શુક્રવારના રોજ મતદાન લોકતંત્ર સાહીના મહાપર્વ માટે જાગૃત કરવા માટે રાજ કૃપા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ અક્ષર ઇન્સ્ટિટ્યુટ ઓફ પેરામેડીકલ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથી તરીકે દાહોદ જીલ્લાના શિક્ષણ અધિકારી એ. કે. પ્રજાપતિ અને આસી. શિક્ષણ અધિકારી સુરેશભાઈ મેડા દ્વારા રેલીને લીલી ઝંડી દેખાડી શુભારંભ કરવામાં આવેલ હતી. જેમાં મતાધિકાર બાબતે લોકોને પ્રોત્સાહન અને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ રેલી રાજકૃપા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ, ગરબાડા ચોકડી થી સહકાર નગર થઈ પડાવ ચોક થી નગર પાલિકા થી નેતાજી બજાર થઈ હનુમાન બજાર થી બહારપુરા વાળા રસ્તે પડાવ થઈને પરત રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ગરબાડા ચોકડી ખાતે વિસર્જન કરવામાં આવેલ હતું. આ રેલીમાં અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ, ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી, કર્મચારી સ્ટાફ, તથા અક્ષર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડીકલ સાયન્સ દાહોદના વિદ્યાર્થીઓ તથા તેના કર્મચારીઓ તથા ડાયરેકટર હાજર રહ્યા હતા.