THIS NEWS IS SPONAORED BY : RAHUL MOTORS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની બહુ જૂની અને જાણીતી આર. એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલના સને ૧૯૭૯ અને સને ૧૯૯૫ના વર્ષના બે વિદ્યાર્થીઓ દ્વારા આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલના વિવિધ વર્ષમાં ધો.-૧૨ માં ભણેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ભેગા કરી “આત્મીયતા સંવાદ કાર્યક્રમ” નું આયોજન આજ રોજ તા.૨૭/૦૫/૨૦૧૮ રવિવારે એન.ઇ.જીરુવાલા પ્રાથમિક શાળાના સભાખંડમાં કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આર. એન્ડ એલ પંડયા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી એન.આર.શેઠ સાહેબ, નિવૃત્ત સુપરવાઈઝર શ્રી જે.જે.ગજ્જર સાહેબ, શિક્ષક શ્રી એમ.એમ.પરીખ સાહેબ, શ્રી પેથાપુરવાલા સાહેબ, શ્રી ગોહિલ સાહેબ, શ્રી સોલંકી સાહેબ, શ્રી પારસ જૈન સાહેબ, શ્રી વ્યાસ સાહેબ તથા વિવિધ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં નલીનકાંત મોઢીયા, વાલુભાઈ મંગલાણી, હેમંતભાઈ સાવલાણી, છોટુભાઈ બામણ, ધર્મેન્દ્રભાઈ ખત્રી, હીરાભાઈ સોલંકી, ઈશ્વરભાઈ પરમાર, સુરેશભાઈ નાથાણી, અનિલ શર્મા, સોયબ કાગડાવાલા, હિતેશ પરમાર, ઉદય ચાવડા, અંકિત સરૈયા, સુરેશ ડામોર, મુકેશભાઈ અગ્રવાલ, દીપકભાઈ શાહ, સુનિલ શર્મા, બીપીનભાઈ જૈન, હુસેન કાપડિયા તથા કેયુરકુમાર પરમાર તથા બીજા અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
કાર્યક્રમની શરૂઆત વડીલ ગુરુજનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને પછી વડીલ ગુરુજનોનું સ્વાગત પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને કરવામાં આવ્યું. ત્યારબાદ દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પરિચય શિક્ષકો સાથે કરાવવામાં આવ્યો અને ત્યારબાદ ચાલુ વર્ષ સને ૨૦૧૭ – ૨૦૧૮ માં શાળાના ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહના ત્રિવેણીની શાળાઓમાં પ્રથમ ત્રણ આવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ અને આ ત્રણેય વિદ્યાર્થીઓએ આર. એન્ડ એલ. પંડ્યા હાઇસ્કૂલના જ વિદ્યાર્થીઓ છે. અને તેમાં પ્રથમ ક્રમાંક ઘડિયાળી હુસેન મુસ્તફાભાઈ, દ્વિતીય ક્રમાંકે ગાંધી તન્મય ભાવેનકુમાર અને તૃતીય ક્રમાંકે મોઢિયા દીપાંશુ વિજયકુમારને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પછી સમૂહમાં હળવા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલની જૂની બિલ્ડીંગની જગ્યાએ નવી ભવ્ય બિલ્ડીંગ બનીને તૈયાર છે અને શાળાની જૂની બિલ્ડીંગ પણ ભૂતપૂર્વ થવાના આરે છે ત્યારે શાળાની જૂની બિલ્ડિંગમાં ભણેલા સને ૧૯૯૫ ની બેચના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો ભેગા થઈને શાળાએ ગયા હતા અને જૂની યાદો વાગોળી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મીઠી યાદો સાથે લઈ જઈ એકબીજા થી વિદાય લીધી હતી.