સ્વચ્છતા તરફ એક પગલું ભરવા માટે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે એક પહેલ કરી. જેમાં ભારતના દરેક નાગરિકને મહાત્મા ગાંધીજીના જન્મદિવસના એક દિવસ અગાઉ સ્વચ્છતા માટે પોતાના ફળિયા, શહેર, જિલ્લામાં સાફ સફાઈ માટે સવારના ૧૦:૦૦ વાગ્યા થી ૧૧:૦૦ વાગ્યાના એક કલાક સુધી શ્રમદાન આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે આજે તા.૦૧/૧૦/૨૦૨૩ ને રવિવારના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય શહેર દાહોદની કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય શ્રી એનોષ સેમસનની આગેવાની હેઠળ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ વિદ્યાલયમાં પ્રાર્થના કરી મહાત્મા ગાંધીજીના ફોટો ઉપર માલ્યા અર્પણ કરી વિદ્યાલયના પ્રાચાર્ય એ સ્વચ્છતાં સંદર્ભે સપથ લેવડાવી હતી.
ત્યારબાદ વિદ્યાલયના ધો. ૧૧ માં અભ્યાસ કરતા રાઘવ અને મેઘા એ ગાંધીજીના જીવન ચરિત્ર વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. અને પછી સૌ સાથે મળીને રેલી સ્વરૂપે વિદ્યાલય થી નીકળી પ.રેલ ના સાત રસ્તા વિસ્તારમાં આવેલ બાળ વાટિકામાં જઈ સ્વચ્છતા માટે એક કલાકનું શ્રમદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બાળ વાટિકામાં જઈ સાફ સફાઈ કરી હતી. અને બાળ વાટિકાને કચરા મુક્ત કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ, શિક્ષકો. તથા પ્રાચાર્ય વિદ્યાલયમાં પરત આવ્યા અને ત્યાં હળવો અલ્પાહાર કરી સૌ છુટા પાડયા હતા.