આજે તા.૧૫/૦૮/૨૦૨૪ ને ગુરુવારના રોજ આપણા દેશનો આઝાદી મહા પર્વ છે. જે અનુસંધાને સમગ્ર દેશ માં આજે આ પર્વની દરેક જગ્યાએ ખુબજ ધૂમધામ અને દેશભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવે છે. તે રીતે આજે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની કેન્દ્રીય વિદ્યાલયમાં પણ વિદ્યાલયના પ્રાચાર્ય એનોષ સેમસન ના અધ્યક્ષ સ્થાને આ પર્વની ખૂબ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી હતી.
સૌ પ્રથમ વિદ્યાલયના પ્રાચાર્ય એનોષ સેમસનને સ્કાઉટ એન્ડ ગાઈડના કમાન્ડરો દ્વારા પરેડ ગ્રાઉન્ડ સુધી લાવવામાં આવ્યા અને ત્યારબાદ તેઓએ રાષ્ટ્ર ધ્વજને ફરકાવી સલામી આપી હતી. અને ત્યારબાદ વિદ્યાલયના પ્રાયમરી વિભાગ અને સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ઉપર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાં દેશભક્તિ ગીત, માઈમ, સ્કીટ અને આપણા દેશમાં ઉજવાતા દરેક તહેવારોને આવરી લેતી કૃતિ પણ દર્શાવવામાં આવી હતી, અને ગત વર્ષ સને ૨૦૨૩ – ૨૪ માં ધો. ૧૦ અને ધો. ૧૨ માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરેલ તેઓએ સર્ટીફીકેટ આપી સન્માન કર્યું હતું. ત્યારબાદ સમગ્ર સંસ્કૃતિક કાર્યક્રમમાંથી પ્રથમ ત્રણ કૃતિને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને આ વિજેતા થયેલને કાર્યક્રમને પ્રાચાર્ય મહોદયના વરદ્દ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અને પછી દરેક વિદ્યાર્થીઓને ચોકલેટ અને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું