THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
વિદ્યાલયના તમામ શિક્ષકો નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરી તમામ બાળકને ઉત્તમ શિક્ષા આપવા કલેક્ટર વિજય ખરાડીની શિક્ષકોને શીખ
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગરના પાદરમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયની વ્યવસ્થાપન સમિતિની વાર્ષિક બેઠક કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વિદ્યાલય મેનેજમેન્ટ કમિટિના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ કલેક્ટર હોય છે. જે કમિટિ દ્વારા જવાહર નવોદય વિદ્યાલયના વિકાસ સંબંધિત બાબતો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. આજે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિદ્યાલયના આંતરિક માર્ગોનું નવીનીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે, સંગ્રહ સ્થાન માટે બીજા ઓરડા બનાવવાની દરખાસ્ત માનવ સંસાધન મંત્રાલયને કરવાનું પણ આ બેઠકમાં નિયત કરવામાં આવ્યું હતું. પાણીની સુવિધા બહેતર કરવા પણ તેમણે જણાવ્યું હતું.
જ્યા omરે, કલેક્ટર વિજય ખરાડીએ કહ્યું હતું કે, વિદ્યાલયના તમામ શિક્ષકો નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરી તમામ બાળકને ઉત્તમ શિક્ષા આપે. બાળકોના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. આ ભૂમિકા સારી રીતે અદા કરવા કલેક્ટરશ્રીએ શીખ આપી હતી. આ વાર્ષિક બેઠકમાં આચાર્યા શ્રીમતી સુમનલત્તા યાદવ, શૈલેષ પંડ્યા સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યો હતા.