THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- ઝાયડ્સ હોસ્પિટલ બની ઝાબુઆની સગર્ભા મહિલાનું પીયર – પેટમાં બે જીવ, ચાર દિવસ બાયપેપ ઉપર અને અંતે પરિણીતાએ કોરોના સામે નિર્ણાયક જંગ જીત્યો
- ઝાયડ્સમાં સારવાર લઇ રહેલા અંતિમબાળાને ગર્ભાવસ્થા ને ધ્યાને રાખી નર્સીસ સગી બહેન જેમ સાચવે છે.
દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ કોરોના વાયરસથી સંક્રમિત એક સગર્ભા પરિણીતાનું પીયર બની છે. પેટમાં ઉછરી રહેલા બે બાળકો અને માતાનો પીયરથી પણ વિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. એક પખવાડિયા પહેલાની તેમની સ્થિતિને જોતા એવું કહેવામાં કોઇ જ અતિશ્યોક્તિ નથી કે આ પરિણીતા મોતના મુખમાંથી બહાર આવી છે.
મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે રહેતા સંજયભાઇ હાંડાના ૨૨ વર્ષીય પત્ની અંતિમબાળાને માર્ચ મહિનાના મધ્યમાં કોરોના લાગ્યો હતો. તે દરમિયાન તેઓ હોમ આઇસોલેટ રહ્યા હતા. પણ શ્વાસમાં ભારે તકલીફ થવાના કારણે તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવામાં તેમની તબીયત વધુ ખરાબ થતાં ગત તા. ૨૫/૦૪/૨૦૨૧ ના રોજ અહીંની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓ આવ્યા ત્યાં તેમની સ્થિત અતિ ગંભીર કહી શકાય એવી હતી.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
કોરોનાની બીજી લહેર ગર્ભવતી મહિલાઓને વધુ પ્રમાણમાં અસર કરતી હોવાથી ઝાયડ્સ ખાતેના ડો. કમલેશ નિનામાએ મા અને તેમના બાળકને બચાવવા માટે લાગી ગયા હતા. તબીબી પરિક્ષણમાં એવી બાબત પણ ધ્યાને આવી હતી કે અંતિમબાળાના પેટમાં ટ્વીન્સ આકાર લઇ રહ્યા છે.
શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ૮૮ જેટલું થઇ જતાં વિના વિલંબે તેમને તા. ૨૯ના રોજ બાયપેપ વેન્ટીલેટર ઉપર મૂકવામાં આવ્યા હતા. બાયપેપ વેન્ટીલેટર ઉપર આવવાના સાથે જ અંતિમબાળાનો જિંદગી સાથે જંગ શરૂ થઇ ગયો હતો. પણ, તેમણે ડર રાખ્યા વિના કોરોનાનો સામનો કર્યો. દ્રઢ આત્મવિશ્વાસને સહારે તેઓ ટકી રહ્યા અને કોરોના સામેનો નિર્ણાયક જંગ જીતી ગયા. મોતને હાથ તાળી આપીને આવી ગયા. અંતે, સ્થિતિ સુધારા ઉપર આવતા ગત તા.૦૧/૦૫/૨૦૨૧ ના રોજ બાયપેપ ઉપરથી માત્ર ઓક્સીજન ઉપર રાખવામાં આવ્યા. હવે તેની સ્થિતિ સુધારા ઉપર છે. તેમની ગર્ભાવસ્થાને ધ્યાને રાખીને હોસ્પિટલમાં હાઇપ્રોટીન જમવાનું આપવામાં આવે છે. ઉપરાંત, હોસ્પિટલમાં કામ કરતી પરિચારિકાઓ તેમનો સગી બહેન જેવો ખ્યાલ રાખ્યો. સમયસર જમવાનું, શારીરિક સંભાળ સહિતની નાની-નાની બાબતોની અહીં સારી રીતે ખેવના લેવામાં આવી રહી છે.