દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકાએ લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા દાહોદના લોકો માટે શાકભાજી અને ફળો ઘર બેઠા પહોંચાડવા માટે “ક્વિક સુવિધા” દ્વારા હોમ ડિલિવરી કરવા સંમતિ આપેલ છે.
વધુમાં દાહોદના કોઈપણ વિસ્તારના લોકો શાકભાજી અને ફળો માટે 6358102763 પર ફોન કરીને ઓર્ડર નોંધાવી શકે છે અથવા Google Play Store પરથી “Quick suvidha” એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓનલાઈન ઓર્ડર નોંધાવી શકે છે. દરેક સોસાયટી, ફળિયા કે ફ્લેટ્સ વગેરેના તમામ રહીશો વતી સંયુક્ત ઓર્ડર આપીને આપ આપના ત્યાં તાજા શાકભાજી અને ફળો મેળવી શકો છો. જેથી આપ શક્ય હોય તેટલું બહાર નીકળવાનું ટાળી શકો અને કોરોના સામે સરકારે કરેલ લડાઇ માં આપણે સૌ મદદરૂપ બની ને જલ્દી થી જલ્દી આપણા દેશને પહેલાની જેમ તંદુરસ્ત બનાવીએ.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
➡️ એક દિવસ પહેલા ઓર્ડર નોંધાવવાનો રહેશે. રાત્રે ૧૨ વાગ્યા પહેલા ઓર્ડર કરશો તો બીજા દિવસે સવારે ૯ થી ૧૧ માં ડિલિવરી મળી જશે.
➡️ ઓર્ડર ડિલિવરી એરિયા પ્રમાણે થશે એટલે બધાનો સામૂહિક ઓર્ડર નોંધાવી દેશો. જેનાથી ૯ થી ૧૧ સુધી બધાને આ સુવિધા પ્રાપ્ત થઈ શકે.
➡️ ડિલિવરી બોય માસ્ક અને હેન્ડ ગ્લોસ પહેરની આવશે.
આમ દાહોદ નગર પાલિકાએ લોકોને બજારમાં શાકભાજી અને ફાળો ખરીદવા માટે બહાર ન નીકળવા અને પોતાના ઘરે જ રહી કોરોના વાઈરસ થી બચવા માટે Quick Suvidha ને આ પ્રકારની સુવિધા આપવા સંમતિ આપી દાહોદ ની જનતા માટે એક ઉમદા કાર્ય કર્યું છે.