THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ દાહોદના N.S.S. વિભાગની ચાલી રહેલી સપ્ત દિવસીય સ્વચ્છતા – જનજાગૃતિ ગ્રામ શિબિર અંતર્ગત આજ રોજ તા.૧૩/૦૨/૨૦૨૦ ગુરુવારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે થેલેસીમિયા નાબૂદી અભિયાન અંતર્ગત ઉ. બુ. આશ્રમ શાળા, નગરાળા મુકામે શિબિરાર્થીઓને તેમજ ગુર્જર ભારતી બી.એડ. કોલેજના વિદ્યાર્થીઓને થેલેસીમિયા અને સિકલસેલ એનીમિયા વિષે માર્ગદર્શક ફિલ્મ બતાવી વિસ્તૃત માહિતી આપવામા આવી. ત્યારબાદ ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ થેલેસીમિયા પરીક્ષણ માટે બ્લડ સેમ્પલ કલેક્શન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. એસ.એ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્ધારા કારવામાં આવ્યું હતું.