Sunday, January 19, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદની નવજીવન સાયન્સ કોલેજમાં IQAC અને Indian Air Force દ્વારા કારકિર્દી માર્ગદર્શન...

દાહોદની નવજીવન સાયન્સ કોલેજમાં IQAC અને Indian Air Force દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની નવજીવન સાયન્સ કૉલેજ ખાતે IQAC અને Indian Air Force દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટાભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિંગ કમાન્ડર મેકમિલન જી.જી. દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય વાયુ સેના અને તેમાં કારકિર્દી વિશે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપ્યું હતુ.

વિંગ કમાન્ડરની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને Induction Publicity Exhibition Vehicle બસ બતાવીને તે માટેની સમગ્ર સમજણ આપી હતી. જેમાં વિવિધ ફાઈટર એરક્રાફ્ટ, એરક્રાફ્ટ સ્ટીમયુલેટર, હેલિકોપ્ટર વગેરે મોડલની સમજ આપી હતી. આ કાર્યક્રમ કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. ગૌરાંગ ખરાદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments