Thursday, November 21, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદની બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ માંથી 15 વર્ષનો મંદબુદ્ધિનો બાળક ગઈ કાલે સાંજે...

દાહોદની બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ માંથી 15 વર્ષનો મંદબુદ્ધિનો બાળક ગઈ કાલે સાંજે 7 વાગ્યા થી ગુમ,વાલીને આજે સવારમાં જાણ થતા વાલીમાં આક્રોશ

Desk – NewsTok24
                  દાહોદ જીલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આવેલ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલમાંથી ગઈ કાલે સાંજે 15 વર્ષનો આશુતોષ પટેલ ગુમ થઇ ગયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર ગઈ કાલે સાંજે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિના ગેટ ની બહાર ગણપતિ ની સ્થાપના કરેલ હોઈ તેને વિસર્જન માટે લઇ જવાના સમયે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના વિદ્યાર્થીઓને ગણપતિમાં વેચાતી પ્રશાદી માટે ગેટ પાસે લાવવામાં આવ્યા હતા પરંતુ આ સમયે ગેટ પર હાજર કર્મચારીને કોઈક નો ફોન આવતા તેઓ વાત કરતા કરતા સાઈડમાં જતા રહ્યા હતા ત્યારબાદ તેઓની ફોન પર વાતચીત પૂરી થતા તેઓ ગેટ ઉપર પરત આવી બધા વિદ્યાર્થીઓને અંદર લઇ ગયા હતા અને જયારે બાળકોની રૂમમાં સુતી વખતે ગણતરી કરવામાં આવી ત્યારે એક બાળક ઓછુ હોવાનું માલુમ પડતા બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના તમામ કર્મચારીઓ ગભરાઈ ગયા હતા.
આ બાબતે આજે સવારમાં ઘટના ના 12 થી 14 કલાક બાદ વાલી ને જન કરાતા વાલી રોષે ભરાયા હતા અને જયારે તેઓ  બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના પ્રમુખ અને સભ્યોને મળ્યા ત્યારે આશુતોષ ની માતાએ યુસુફી કાપડિયાને આ બાબતે પુછપરછ કરતા તેઓએ વાલીને સંતોષકારક જવાબ ન આપતા તમે મીડિયા વાળા પાસે જાઓ તેમ કહી કાઢી મુક્યા હતા ત્યારબાદ આશુતોષની માતા એ NewsTok24 Channel નો સંપર્ક કર્યો હતો અને આખી હકીકતની જાણ કરી હતી અને સંસ્થાની આ નીસ્કાળજી માટે સરકારી તંત્ર દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવે અને જેની ભૂલ થી આ ઘટના બની હોય તે કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આ સંસ્થા દ્વારા અમારા બાળક જોડે જે ઘટનાં બની તેવી બીજા કોઈ બાળક જોડે ના ઘટે આવી અપેક્ષા સરકાર પાસે રાખીએ છીએ.
શું આ સંસ્થામાં વર્ષો થી રહેતા આશુતોષની જવાબદારી સંસ્થાની નહોતી અને જો હતી તો આ બાબતે સંસ્થા ઉપર સરકાર તરફે કોઈ યોગ્ય પગલા લેવાશે ખરા ? સરકારની લાખો રૂપિયાની સહાય લેતી આ સંસ્થા શું આટલી જ જવાબદાર છે ? શું આના ઉપર લાગતા વળગતા સરકારી ખાતા દ્વારા  ઉંડી તપાસ થશે ખરી ?

Version – Yusufi Kapadiya Blind Welfare Council Dahod – NewsTok24 ની સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે વિસર્જનના સમયે મેન ગેટ ખુલ્લો રહી જતા આશુતોષ ત્યાંથી નીકળી જતો રહ્યો જયારે બીજી બાજુ તેમનુજ કહેવું છે કે ગેટ ઉપર દયાન રાખવા માટે 1 ગૃહમાતા 2 પટાવાળા અને 1 આયા હતા. જો આ તમામ લોકો હાજર હોય તો આ બાળક ગેટની બહાર કેવી રીતે જતો રહ્યો ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments