KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના દેસાઈવાડા વિસ્તારમાં રહેતી કુ. વિધિ સંજીવકુમાર દેસાઇએ અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત ચાલતી કે.એસ. સ્કૂલ ઓફ બિઝનેશ મેનેજમેંટ કોલેજમાઠી એમ.બી.એ.ની ડિગ્રી સતત દરેક ટર્મમાં શ્રેષ્ઠત્તમ પ્રદર્શન કરી મેળવતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત સપ્તાહે આયોજિત પદવીદાન સમારોહમાં વિધિ દેસાઈને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો.
ગત વર્ષોમાં બી.બી.એ (ઓનર્સ) ની ડિગ્રી પણ આવ જ શ્રેષ્ઠત્તમ પ્રદર્શન સાતે મેળવનાર કુ.વિધિ દેસાઇએ બાદમાં માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)ની ડિગ્રી શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેળવતા ગુજરાતના રાજયપાલ ઑ.પી.કોહલીના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થવા પામ્યો હત. આમ, સમગ્ર રાજયમાં દાહોદનું ગૌરવ વધારવા બદલ કુ. વિધિ સંજીવકુમાર દેસાઈને અનેક લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.