
દાહોદ જિલ્લાના નવરચિત સંજેલી તાલુકા પંચાયતમાં કૃષિશાખા તેમજ T.S.P. યોજના શાખાની ફાળવણી કરવામાં આવી નથી, તેમજ વિવિધ કચેરીઓ ઉપર તકતિના અભાવે લાભાર્થીઓને મુશ્કેલીઓને કારણે વિરોધ પક્ષના નેતા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
નવરચિત સંજેલીને તાલુકા બન્યાને સાત વર્ષ જેટલો સમય થઇ ગયો છે ત્યારે હાલ નવીન તાલુકા પંચાયત, તાલુકા પંચાયત ભવન બનીને પણ એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે છતાં પણ તાલુકા પંચાયતમાં ખેડૂતોની મહત્ત્વ ગણાતી તેવી કૃષિ શાખા તેમજ T.S.P. યોજનાની શાખા તાલુકા પંચાયતમાંથી ગાયબ થઈ ગઈ છે. તાલુકામાં મોટાભાગના ખેડૂતો તેમજ ટ્રાયબલ વિસ્તાર હોવા છતાં પણ એક વર્ષ થઇ ગયા છતાં પણ કચેરીઓ કેમ ફાળવવામાં આવતી નથી ત્યારે કર્મચારીઓને બેસવાની જગ્યા તેમજ ખેડૂતો ના વિવિધ યોજનાની ફાઇલો ક્યાં મૂકવી તે પણ એક મોટો સવાલ છે. સંજેલી તાલુકા પંચાયતનો વહીવટ એકાઉન્ટન્ટ કે પટાવાળાથી ચાલી રહ્યો છે કે પછી લાલિયાવાડી જેવા નાટકો બંધ કરી યોગ્ય નિર્ણય લઇ તાલુકાના લાભાર્થીને સમયે લાભ મળે તેવું કાર્ય કરવા પણ રજૂઆત કરી છે. જ્યારે અન્ય શાખાઓ ઉપર તકતીઓ પણ લગાવવામાં આવી નથી જેના કારણે તાલુકા પંચાયતમાં આવતા લાભાર્થીઓને ભારે મુશ્કેલી પડતી હોવાને કારણે સંજેલી તાલુકા વિરોધ પક્ષના નેતા રણછોડભાઇ પલાશ દ્વારા કૃષિ શાખા તેમજ ડી.એસ.પી. શાખાની કચેરીઓ ફાળવી વિવિધ શાખાઓ ઉપર તકતીઓ લગાવવાની માંગ કરવામાં આવી છે.
VERSION > > તાલુકા ખેતીવાડી અધિકારી > > એલ. પી. ખરાડી > > સંજેલી તાલુકા પંચાયતમાં કૃષિ શાખા તેમજ T.S.P. શાખાની ઓફિસ ફાળવવામાં આવી નથી. નરેગા શાખામાં એકાઉન્ટની પાસે એક ખુરશી અને એક ટેબલ લઇ બેસી રહીએ છીએ. ગ્રામ સેવક સાથે ચાર વ્યક્તિનો સ્ટાફ છે.
VERSION > > સંજેલી તાલુકા વિકાસ અધિકારી > > એસ.જે. ભરવાડ > > ખેતીવાડી અધિકારી અઠવાડિયામાં બે દિવસ આવે છે. ગ્રામસેવક મોટાભાગે ફિલ્ડમાં હોય છે, તેમ છતાં ટી.એસ.પી. તેમજ ખેતીવાડીની કચેરીઓ ઉપર નીચે અલગ અલગ ફાળવવામાં આવી છે તેમજ તક્તીઓ બનાવવા માટેનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.
સંજેલીમાં નવીન તાલુકા પંચાયત ભવન બન્યાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં પણ તાલુકા પંચાયતમાં હજુ પણ કેટલીય શાખાઓ ફાળવવામાં આવી નથી. ત્યારે કેટલીય શાખાઓને ખંભાતી તાળા લાગેલા જોવા મળી રહ્યાં છે, જ્યારે કેટલાય કર્મચારીઓની લેટ લતીફગીરીથી લાભાર્થીઓ પણ પરેશાન બન્યા છે. ખેતીવાડી અધિકારીને પોતાની અલાયદી ઓફિસ ન મળતા નરેગા શાખામાં બેસવાનો વારો આવ્યો છે.