Monday, May 12, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદની સરકારી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને સમર્પિત “ફ્યુચર સિવિલ એન્જીનીયર”...

દાહોદની સરકારી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને સમર્પિત “ફ્યુચર સિવિલ એન્જીનીયર” નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી

શિક્ષણને ડિજિટલ નવીનતા સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા દાહોદની સરકારી પોલિટેકનિક કોલેજના લેક્ચરર સિદ્ધિ શેઠના માર્ગદર્શન, પ્રેરણા અને પહેલ હેઠળ વિદ્યાર્થીઓએ સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને સમર્પિત “ફ્યુચર સિવિલ એન્જીનીયર” નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. આ ચેનલનો ઉદ્દેશ સાથી વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉત્સાહીઓ માટે સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ સર્જનાત્મકતા અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને શીખવાના પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનો છે. આ પહેલને અલગ પાડવાની બાબત એ છે કે તે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવવામાં અને તેને સંચાલિત અને ચલાવવામાં આવશે અને જે સિદ્ધિ શેઠ મેડમના વિઝન અને દીર્ધદ્રષ્ટી હેઠળ છે. જે વિદ્યાર્થીઓમાં રચનાત્મક અને વ્યવહારકુશળ શિક્ષણ દ્વારા સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ પ્રયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ પાછળ સતત પ્રેરણા સ્ત્રોત રહેલા સિદ્ધિ શેઠ મેડમે સક્રિય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને સશક્ત બનાવવામાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ YouTube ચેનલની લોન્ચ વિશે બોલતા તેમણે કહ્યું, આ વિચાર વિદ્યાર્થીઓને એક એવું પ્લેટફોર્મ આપવાનો હતો જ્યાં તેઓ પોતાની અભિવ્યક્તિ પ્રયોગ અને શિક્ષિત થઈ શકે. આ પહેલ માત્ર તેમની તક્નીકી સમજણને જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને એકસાથે આત્મવિશ્વાસ, વાતચીત કૌશલ્ય, ટેકનિકલ કુશળતા, ટીમવર્ક, AI ટૂલ્સ, ઇનોવેશન અને નેતૃત્વ કૌશલ્ય નું નિર્માણ પણ કરે છે, કે જેથી તેઓ ભવિષ્યમા કુશળ એન્જીનીયર બની અને દેશના ઘડતર અને વિકાસમા હરણફાળ યોગદાન આપી શકે. આ ચેનલમાં વિવિધ પ્રકારની માહિતીનો સમાવેશ થાય છે જેવા કે આધુનિક બાંધકામ સામગ્રી, આધુનિક બાંધકામની કામગીરી, પ્રોજેક્ટ પ્રદર્શનો વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત પ્રોજેક્ટ, મોડેલ પ્રદર્શનો શૈક્ષણિક ટ્યુટોરિયલ્સ સાઇટ વિઝિટ, પરીક્ષાની તૈયારી માટેની ટિપ્સ અને કારકિર્દી માર્ગદર્શન વગેરે આ ચેનલ માત્ર સરકારી પોલિટેકનિક દાહોદના વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ દેશભરના ડિપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પણ લાભ આપશે તેવી અપેક્ષા છે. જેઓ સરળતાથી સુલભ અને વ્યવહારુ સામગ્રી શોધે છે આ પહેલ શૈક્ષણિક અને ઉદ્યોગ વ્યાવસાયિકો બંને તરફથી રાખ્યું છે કેમકે તે સૈદ્ધાંતિક શિક્ષણ અને વ્યવહારુ ઉપયોગ વચ્ચે એક આશાસ્પદ સેતુ તરીકે ભાગ ભજવે છે. હાલમા વર્ગખંડ અને ડિજિટલ શિક્ષણ વચ્ચેની રેખા ઝાંખી થઈ હોઈ આવી પહેલ પરંપરાગત શિક્ષણ સાથે કેવી રીતે વિકસિત થઈ શકે છે તેનું એક શક્તિશાળી ઉદાહરણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments