C.B.C.I. (કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા) દ્વારા
રાષ્ટ્રીય સ્તરે માસ્ટર માઈન્ડ નેશનલ લેવલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળા કક્ષાએ પ્રથમ રાઉન્ડનું આયોજન તારીખ૦૬/૦૧/૨૦૧૯ ના રોજ સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યું હતું. તેમાં ધોરણ – ૬ થી ૮ ના ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આ બંને વિદ્યાર્થીનીઓ ઝરણા કાબરાવાલા અને દીક્ષા પડવાલ ધોરણ – ૭ સી માં અભ્યાસ કરે છે. આ બંને વિદ્યાર્થીનીઓ સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં વિજેતા થતા મુંબઈના બાંદ્રાની સેન્ટ એન્ડ્રૂઝ કોલેજમાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં ત્રણ રાજ્ય જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ૭૮ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે તા.૨૫/૦૪/૨૦૧૯ ના રોજ આયોજિત થઈ હતી. જેમાં ઝરણા કાબરાવાલા અને દીક્ષા પડવાલે રનર્સ-અપ નો ખિતાબ મેળવેલ. આ સ્પર્ધામાં શિક્ષક ઉબાલ્ડો પરેરાએ બંને વિદ્યાર્થિનીઓને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. આ બંને વિદ્યાર્થીનીઓને તેમના વાલીઓ દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન આપેલ અને ઉત્તેજન પૂરું પાડવામાં આવેલ હતું.
આ બંને વિદ્યાર્થીનીઓની અભૂતપૂર્વ સિદ્ધિ બદલ સેન્ટ સ્ટિફન હાઇસ્કુલના પ્રિન્સિપાલ ફા. મારિયા પોલરાજ, સી. યુફ્રેસીયા, શિક્ષક ગણ અને શાળાના વિદ્યાર્થીઓએ ગૌરવની લાગણી અનુભવી હતી.