KEYUR PARMAR – DAHOD
દાહોદ સ્માર્ટ સિટીમાં સમય પછી હાલમાં દાહોદની સ્વચ્છતા અને સુંદરતા વધારવા માટે દાહોદ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અને બ્યુટિફિકેશન કર્યો હાથ ધરવાનું શરુ કરવામાં આવ્યું છે.
જેના ભાગ રૂપે આજે દાહોદ ચાકાલિયા રોડ વિસ્તારમાં આવેલ નહેરુ સોસાયટી પાસે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશન બચ્ચાણી, તાલુકા ભાજપ પ્રમુખ પર્વત ડામોર, તેમજ ભાજપના અગ્રણીઓ અને પાલિકા ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાઉન્સિલરો તેમજ ચકાલિયા રોડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી જસવંતસિંહ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચકાલિયા રોડ પર એફ.સી.આઈ અને સામે નહેરુ સોસાયટી બંને બાજુ ફૂટપાટ અને બેસવા માટે બકડાની વ્યવસ્થા કરવામાં આવશે. જેનાથી ચકાલિયા રોડની રોનકમાં ચાર ચાંદ લાગી જશે.