THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે 12મી ડિસેમ્બર ના રોજ આયુષમાન ભારત “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.
ભારતના સ્વપ્ન દ્રસ્ટા અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના લોકોને લાબું આયુષ્ય અને સારું સ્વાસ્થ મળે તે માટે શરૂ કરાયેલ યોજના એટલે આયુષમાન ભારત યોજના. આ યોજનાએ જ્યારે હાલમાં વર્ષ પૂર્ણ કર્યું હતું ત્યારે પણ આ યોજનાની ઉજવણી કરાઈ હતી. દાહોદ જિલ્લામાં કુલ ૦૩ લાખ ૩૯ હજાર લોકો આયુષમાન કાર્ડ ધરાવે છે, અને તેમાંથી મોટી સંખ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે તેઓને ૧૭ જેટલી વિવિધ હોસ્પિટલોમાં ભરતી થઈ લાભ લીધા છે. આયુષમાન ભારતમાં શહેર તો ખરુ જ પરંતુ છેવાડાના લોકોને પણ આનો લાભ મળ્યો છે. અને C.D.H.O. આર.આર.પરમારના જણાવ્યા અનુસાર જિલ્લાની ટીમ ખૂબ સરસ રીતે કાર્યરત છે. અને આવનાર સમયમાં વધુને વધુ એનો લાભ લોકો મેળવે તેના સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ યોજના નાના અને મધ્યમ કક્ષાના લોકો માટે સંજીવની સમાન છે.