Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં કોરોના દર્દીને પ્રાણવાયુ પૂરવા ઓક્સીજન પ્લાન્ટમાં ૧૫ વ્યક્તિની દિનરાત મહેનત

દાહોદમાં કોરોના દર્દીને પ્રાણવાયુ પૂરવા ઓક્સીજન પ્લાન્ટમાં ૧૫ વ્યક્તિની દિનરાત મહેનત

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

અંતરિયાળ એવા દાહોદનો એક માત્ર ઓક્સીજન રિફિલિંગ પ્લાન્ટ હોસ્પિટલની જરૂરિયાત સંતોષવા બમણા જોશથી કામ કરે છે.

કોરોના વાયરસની બીજી લહેર અનેક લોકો માટે માઠા સમાચાર લાવી છે તો મહત્તમ લોકો આ ઘાતમાંથી ઉગરી ગયા છે. બીજી લહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના મહત્તમ કેસો બની રહ્યા છે. આવા દર્દીઓને બચાવવા માટે તબીબો તો ઝઝૂમી રહ્યા છે, સાથે આરોગ્યલક્ષી પૂરક સેવાઓ સાથે સંકળાયેલા લોકો પણ અમૂલ્ય જિંદગી બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. આવી જ પૂરક સેવા છે ઓક્સીજન સપ્લાયની અને દાહોદના એક માત્ર ઓક્સીજન રિફિલિંગ પ્લાન્ટના ૧૫થી વધુ કર્મયોગી દર્દીઓને ઓક્સીજન મળી રહે તે માટે દિનરાત મહેનત કરી રહ્યા છે.
દાહોદના ગોદી રોડ વિસ્તારમાં આવેલા બી. જે. એન્ટરપ્રાઇઝ નામના ઓક્સીજન રિફિલિંગ પ્લાન્ટમાંથી જ દાહોદ નગર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલ્સને સિલિન્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ પ્લાન્ટના સંચાલક શ્રી કુતુબુદ્દીન પારાવાલા કહે છે, દાહોદ નગર અને જિલ્લામાં વર્તમાન સમયે કોરોનાના દર્દીને દૈનિક આઠ ટનની ઓક્સીજનની જરૂરિયાત રહે છે. તે જથ્થો પૂરો પાડવા માટે અમે અમારી ક્ષમતા કરતા ૧૨૫ ટકા વધુ રિફિલિંગ કરવા ૨૪ કલાક કામ કરી રહ્યા છીએ.

અહીં દૈનિક આઠ સો બોટલ રિફિલ કરવામાં આવી રહી છે. સામાન્ય સંજોગોમાં આ માત્ર ૪૫-૫૦ બોટલ જ રિફિલ કરવામાં આવી હતી. હવે ૬થી ૭ કલાકની સામે બે પાળીમાં ૨૪ કલાક કામ કરવામાં આવે છે. દાહોદના આ પ્લાન્ટનુ જામનગર સ્થિત રિલાયન્સ કંપની દ્વારા માઇનસ ૧૮૦ ડિગ્રી જેટલો ઠંડો પ્રાણવાયું પ્રવાહી સ્વરૂપે આપવામાં આવે છે. તે વડોદરાથી અહીં આવે છે. અહીં ૪૬ લિટરના જમ્બો તથા ૧૦ લિટરના મિનિ સિલિન્ડરમાં ઓક્સીજન પૂરવામાં આવે છે.

THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS

આ પ્લાન્ટમાં એક સાથે ૨૦ સિલિન્ડરમાં ઓક્સીજન પૂરી શકાય એવા બે ફિલિંગ પોઇન્ટ મૂકવામાં આવ્યા છે. એક પોઇન્ટમાં ભારેભર ભરખમ સિલિન્ડ લગાવીનું કામ ચાલે તો તેને સમાંતર બીજા પોઇન્ટમાં ચઢાવેલા સિલન્ડરમાં ગેસ ભરવાનું કામ ચાલતું હોય છે. આમ ૨૫થી ૨૭ મિનિટમાં ૨૦ સિલિન્ડર માં ઓક્સીજન ગેસ ભરાઇ જાય છે. દાહોદની જરૂરિયાતને ધ્યાને રાખીને શ્રી પારાવાલાએ સેવાભાવથી એક હજાર વધારાના સિલિન્ડરની ખરીદી કરી છે. તે કહે છે, કોરોનાનો પ્રકોપ ઓછો થઇ જશે, તે બાદ આ સિલિન્ડર પડ્યા જ રહેવાના છે. પણ, દર્દીઓની સેવા કરવાના ભાવ સાથે જ આટલા સિલિન્ડર અમે ખરીદ કર્યા છે.

દાહોદમાં ઓક્સીજનની કુલ ખપતનો ૮૦ ટકા હિસ્સો ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે વપરાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલ માટે પોણા ત્રણ લાખના એક એવા ચાર ડ્યુરા પ્લાન્ટ ખરીદ્યા છે. ડ્યુરા પ્લાન્ટ એટલે પોર્ટેબલ ક્રાયોજેનિક પ્લાન્ટ અને તેની ક્ષમતા ૨૦૦ લિટર ઓક્સીજનની હોય છે. તે કહે છે કે, સરકાર દ્વારા ઓક્સીજન ઓડીટ કરવામાં આવી રહ્યું છે, એ સારી બાબત છે. દર્દીઓ ઘણી વખત ઓક્સીજન માસ્ક બહાર રાખી દેતા હોય છે. ઘણી વખત ફ્લો પોતાની રીતે વધારી દેતા હોય છે તો ઘણી વખત લિકેજ હોય છે. તેના કારણે પ્રાણવાયુનો બગાડ થતો હોય છે. સામાન્ય દિવસોમાં કોઇ એ નાની વાત છે. પણ, અત્યારે કપરાકાળમાં આ બાબતની તકેદારી રાખવી જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments