THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
કોરોનાકાળમાં જરૂરતમંદ વ્યક્તિને શોધી તેમનામાં રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ થાય એવી ૧ સો જેટલી કિટ્સનું વિતરણ યુનિસેફના માધ્યમથી ઇન્ફોએનાલિટિક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.
આ ફાઉન્ડેશન દ્વારા ₹. ૫૦૦/- ની એક એવી દવાઓની કિટ્સ તૈયાર કરવામાં આવી છે. જેમાં વિટામીન-સી, વિટામીન-ડી, ઝિન્ક, ORS પાઉડર અને સેનિટાઇઝરની મોટી બોટલનો સમાવેશ થાય છે. આવી કિટ્સ ઇન્ફોએનાલિટિક ફાઉન્ડેશન દ્વારા રાજ્યના મહાનગરો અને દાહોદ સહિત કુલ ૯ શહેરોમાં આવી કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
દાહોદમાં યુનિસેફના યુવાકાર્યકર RJ હર્ષ ભટારિયા દ્વારા જરૂરતમંદ હોય એવી વ્યક્તિઓને આ કિટ્સ પહોંચાડવામાં આવી હતી. કોરોનાકાળમાં સૌ નાગરિકો સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરી અને સેનિટાઇઝેશનના નિયમોનું પાલન કરવાની સાથે સેવાકાર્યમાં પોતાની ભૂમિકા અદા કરે એ સમયની માંગ છે.