THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ગત તા.૧૨/૧૨/૨૦૧૯ ને ગુરુવારના રોજથી “વલ્લભ સાખી રસપાન મહોત્સવ” નો પ્રારંભ પરમ પૂજ્ય ગોસ્વામીના વરદ્દ હસ્તે દીપ પ્રગટાવી બપોરના ૦૩:૦૦ વાગે શુભારંભ થયો. પીનકીનભાઈ શાહના નિવાસ સ્થાનેથી બપોરના ૦૨:૦૦ કલાકે સદ્દભાવના પરિવારની બહેનો દ્વારા કળશ સાથે પોથીયાત્રા મંડપ સુધી લઇ જવામાં આવી. પૂજ્ય શ્રી દ્વારા મનોરથી પરિવારને ઉપરણો પહેરાવીને આર્શીવાદ આપ્યા હતા. ત્યાર બાદ પૂજ્ય દ્વારા વલ્લભના ગુણગાન સમજાવવામાં આવ્યા. પંડાલમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રોતાજનો હાજર રહ્યા.