Wednesday, October 30, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં ચાંદાવાડાના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા પ્રેરણા પ્રવાસનું કર્યું આયોજન

દાહોદમાં ચાંદાવાડાના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા પ્રેરણા પ્રવાસનું કર્યું આયોજન

  • ખેતીવાડી, બાગાયતી તેમજ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વિકાસ પ્રયાણ કરવા કરાતા સતત પ્રયત્નો
  • ચાંદાવાડાના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ પ્રેરણા પ્રવાસ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો.

સમગ્ર ગુજરાત રાજ્યમાં જયારે વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતીને લગતા વિકાસને પણ ખુબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખેતી કરતાં ખેડૂતોને જે પ્રકારની નુકસાનીનો ભોગ બનવું પડ્યું છે, જેમકે, રાસાયણિક ખાતર લાવવાનો ખર્ચ, રાસાયણિક ખાતરના વપરાશથી જમીનની ઘટતી ગુણવતા, જમીનનું કઠણ થવું, જમીનની ફળદ્રુપતા ઘટવી તેમજ પાકનું ઉત્પાદન ઘણા ખર્ચ કરવા છતાં સારુ ન મળવું, પાકનો મૂળ સ્વાદ ખોઈ દેવો, ઘણી મહેનત કરવા છતાં આર્થિક રીતે નબળા પડવા જેવી અનેક નુકસાનીનો ભાર વેઠતા ખેડૂતોની ખેતી પદ્ધતિમાં પ્રાકૃતિક ખેતી થકી સુધાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત રાજ્યના પૂર્વ છેવાડે આવેલા દાહોદ જિલ્લામાં મોટેભાગે આદિવાસી લોકો રહે છે, જ્યાં ખેતીવાડી પર નિર્ભર આ ખેડૂત પરિવારો ખેતી થકી જ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. રાસાયણિક ખેતી પદ્ધતિ થકી થતા નુકસાનમાંથી બહાર આવવા માટે ખેડૂતોએ કુદરતી ખેતી અપનાવવાની ખુબ જ જરૂર છે.

પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ પ્રેરણા પ્રવાસ અંતર્ગત તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તાર પૂર્વક સમજણ આપતાં કહ્યું હતું કે, “પ્રાકૃતિક ખેતી એક પ્રકારે કુદરતી ખેતી પણ છે, જેમાં કોઈપણ પ્રકારના રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી. દેશી ગાય ઘરે રાખવાથી દેશી ગાયના છાણ – મૂત્ર થકી ખેતી કરવા માટે યોગ્ય એવુ ખાતર મળી રહે છે, જેનો ખર્ચ નહીવત છે, ઉપરાંત ગાયના હોવાથી દૂધ ઉત્પાદન પણ થઇ રહે છે, જેના વડે ઘરના સભ્યોને ભેળસેળ વગરનું ચોખ્ખું દૂધ મળી રહે છે, જમીન, પરિવાર તેમજ પાકમાં તંદુરસ્તી આવે છે. પાકનો મૂળ સ્વાદ જળવાઈ રહે છે.

તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, “કુદરતી ખાતરનો વપરાશ થતો હોવાથી જમીનમાં સુષુપ્ત થઈ રહેલાં અળસીયામાં વધારો થાય છે, જેથી કરીને જમીન પોચી રહે છે અને વરસાદના પાણી કે જે રાસાયણિક ખેતી કરતાં જમીનના કઠણ થવાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નહોતું એ કુદરતી ખેતીથી જમીનમાં ઉતરી જમીનમાં ભેજનું પ્રમાણ વધારે છે, ભેજનું પ્રમાણ વધતા જમીન ભીની રહે છે જેથી કરીને પાકને જોઈતું પાણી જમીનમાંથી જ સીધું મળી રહેતા ઉપરથી વધારે પાણી આપવાની જરૂર રહેતી નથી. ”

આમ, દાહોદ જિલ્લો પણ હવે પ્રાકૃતિક ખેતી કરવાના બાબતે પણ વિકાસ દિશા તરફ પ્રયાણ કરી રહ્યો છે. આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ, બગાયતી વિભાગ તેમજ પ્રગતિશીલ ખેડૂતો થકી કરવામાં આવતા સંયુક્ત સતત પ્રયત્નો તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની કરવામાં આવતી ઝુંબેશ થકી હવે દાહોદ જિલ્લાના મોટાભાગના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેતી તરફના વિકાસની સફળતાની સીડી ચડી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments