THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
સમગ્ર દાહોદ જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા બજારોમાં સેનિટાઇઝેશનની કામગીરી સારી રીતે થઇ શકે એ માટે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. પણ, આગામી હોળી અને ધૂળેટીના પર્વને અનુસંધાને વેપારીઓની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૨૮-૩-૨૦૨૧ને રવિવારે આ એક દિવસ પૂરતું વેપારી પ્રવૃત્તિ કરવા માટે છૂટછાટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવવા મંજૂરી આપી છે. આ ઉપરાંત, દાહોદ જિલ્લામાં ધૂળટી પર્વની વિશેષતા ધ્યાને રાખીને કલેક્ટર શ્રી ખરાડીએ ઉક્ત મુજબની છૂટ આપી છે. પરંતુ, તા.૨૮ને રવિવારની રજા બીજા દિવસે તા. ૨૯ના રોજ ધૂળટીના રોજ રાખવાની રહેશે. એટલે કે, તા. ૨૯ના રોજ કોઇ પણ પ્રકારની વાણિજ્યક પ્રવૃત્તિ કરી નહીં શકાય.