દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે શ્રી પરશુરામજીના જન્મોત્સવ વૈશાખ સુદ ત્રીજ, મંગળવાર તા.૦૭/૦૫/૨૦૧૯ ના રોજ, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પુનીત અવસરે ભગવાન શ્રી પરશુરામજીના આશીર્વાદ મેળવવા દાહોદ બ્રાહ્મણ સમાજ દ્વારા રૂદ્રાભિષેક બપોરના ૦૨:૩૦ કલાકે આયોજન કર્યું હતું, જેમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
ત્યારબાદ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બપોરના ૦૪:૩૦ કલાકે શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિર, પડાવ થી પ્રારંભ થઈ દાહોદ શહેરના પ્રમુખ માર્ગો પર થઇ મનકામેશ્વર મહાદેવ મંદિર પરત આવી હતી. ત્યાર પછી શોભાયાત્રા પદયાત્રા સમય સાંજે ૦૬:૩૦ કલાકે હનુમાનજી મંદિર હનુમાન બજાર થી મનકામેશ્વર મહાદેવ મંદિરે જશે જ્યાં ભગવાન શ્રી પરશુરામજીનું પુજન – અર્ચન કરવામાં આવશે અને સાજે ૦૭:૩૦ કલાકે મહા આરતી અને પછી મહાપ્રસાદી રાત્રે ૦૮:૦૦ કલાકે કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવશે.
વર્ઝન ~ કૃતાર્થ જોશી ~ ભારતીય સંસ્કૃતિની સૌથી શ્રેષ્ઠ વાત ચાર વેદ અને સાથે સાથે શાસ્ત્રની જોડે જોડે શસ્ત્ર વિશ્વને આ બંને સંદેશ આપવાનું કે અમારી પાસે શાસ્ત્ર છે અમારી પાસે માનવ સનાતન ધર્મ સ્વીકારવા માટે વસુદેવમ કુટુંબકમ્ થી આવીએ છીએ પરંતુ જો અમારી ઉપર ક્યારેય કોઈપણ પ્રકારનું નાના કરવાની કોશિશ કરે તો અમારી પાસે ધનુષ છે એટલા જ સક્ષમ સાથે તેનો જવાબ આપવા અમે હાજર છીએ એવો સંદેશો આપવાનો અને ભારતના પ્રત્યેક નાગરિક શસ્ત્ર અને શાસ્ત્ર બંને પોતાની પાસે રાખતા શીખે એવા શ્રેષ્ઠ ઉદ્દેશ્ય સાથેનો કોઈ તહેવાર હોય કોઈ વ્યક્તિ પૂજક હોય તો તે પરશુરામ છે એટલે જ આજના પવિત્ર દિવસે એવા આશીર્વાદ એવા પ્રત્યેક નાગરિકને માત્ર બ્રાહ્મણ રાખીને જ નહીં ભારતમાં જન્મેલ પ્રત્યેક ભારતીય નાગરિકને અને એનાથી પહેલા વાત કરી એમ વસુદેવ કુટુંબકમ ની ભાવના સાથે આખા વિશ્વને જ્ઞાન અને તેની સાથે સાથે શક્તિ સંપન્નતા આખા વિશ્વને પ્રાપ્ત થાય એવા શુભ આશીર્વાદ સાથે અમો બધા એવું કહીએ છીએ કે સર્વે ભવન્તુ સુખી ન સન્તુ, સર્વે સન્તુ નિરામયે. આ શ્લોક સાથે ભગવાન પરશુરામ આપણા બધાને આશીર્વાદ આપે તેવી શુભકામનાઓ સાથે જય જય પરશુરામ…