KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના મથક દાહોદ શહેર ખાતે દાહોદમાં બનેલો વર્ષો જૂનો એસ.ટી.ડેપો દાહોદના વાહન વ્યહાર માટે અડચણ રૂપ બની ગયો હતો. એક બાજુ દાહોદ જિલ્લામાં મધ્ય પ્રદેશ અને ગુજરાત થી આવન જાવન કરતા લોકોની ભીડ અને બીજી બાજુ ડેપોની ખાસ્તા હાલત તેમ છતાં કોઈ ધ્યાને લેતું ન હતું અને ભાજપની આ સરકારે દાહોદને એક નવીન ડેપો માટેની મંજૂરી આપી અને માતબર રકમના ખર્ચે આ દાહોદનો એસ. ટી. ડેપો હતો. અને આ ડેપો છેલ્લા 6 માસ થી લોકાર્પણની રાહ જોઈ રહ્યો હતો ત્યારે આજે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભાઇ કાકડિયા અને જસવંતસિંહ ભાભોર ના હસ્તે આ ડેપો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . અને ગુજરાત નું સૌથી વધુ ટ્રાફિક અને આવક ધરાવતો આ ડેપો આજે નવીની શોભા પામ્યો છે ત્યારે દાહોદ એક અનેરા ઉમંગ ની લાગણી છવાઈ ગઈ છે. આ આધ્યતન ડેપોમાં લેડીઝ કંડકટર નો અલગ રૂમ ત્રણ કેંટીન અને અન્ય ડિજિટલ કેશલેસ્સ પેમેન્ટ ની સુવિધાઓ અને લોકો ને બેસવા માટે ના સ્ટીલના ટેબલે જેવી બેઠકો પણ બનાવવામાં આવી છે। તો બીજી તરફ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પણ બસના સમય પત્રક અને પ્લેટફોર્મ ન. દર્શાવતા બનાવવામાં આવ્યા છે. એકંદરે દાહોદ આદિવાસી બહુલ જિલ્લો હોઈ દાહોદ ના લોકોને આ નવીનીકરણનો લાભ અને નવો ડેપો 70 વર્ષના બાદ ભાજપ ની સરકારે આપ્યો છે અને તે સત્ય છે અને લોકો આ વાત ને લઇ અને ખસ ખુશ પણ જણાઈ રહ્યા છે.
તદ્ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે નવો ડેપો અને દાહોદને એક વોલ્વો બસ કે જે દાહોદ થી અમદાવાદ અને દાહોદ પરત આવવા માટે આપવા માટેની જાહેરાત ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ કરી હતી.