THIS NEWS IS SPONSORED BY – RAHUL MOTORS
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા દિવસો અગાઉ ફતેપુરના સુખસરમાં જાહેર સભા કરી હતી અને આજે ફરી દાહોદમાં યોજી એક બીજી જાહેર સભા. આ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
– મુખ્યમંત્રી દાહોદના ઇન્દોર હાઇવે ઉપર કરી જાહેર સભા. તેઓની સાથે મંચ ઉપર રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ અને પ્રભારી અમિત ઠાકર, પ્રવાસન નિગમના ડીરેકટર સુધીર લાલપુરવાલા, નગર સેવા સદન ના પ્રમુખ અભિષેક મેડા, મહામંત્રી દિપેશ લાલપુરવાલા, કનૈયા કિશોરી, પર્વત ડામોર ઉપસ્થિત રહ્યા હતા. આ સ્થળ ઉપર સભા કરવાનો મુખ્ય હેતુ દાહોદના ગ્રામ્ય વિસ્તારને મુખ્ય ટાર્ગેટ કરવાનો હતો. દાહોદ અને ગરબાડા વિધાનસભાની બંને સીટ કોંગ્રેસ પાસે હોઈ આ સીટો ઉપર મુખ્યમંત્રીએ વધુ જોર આપ્યું હતું.
આ જાહેર સભા પછી દાઉદી વ્હોરા સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપી હતી હાજરી અને ત્યારબાદ દાહોદના તમામ હિન્દૂ સમાજના પ્રમુખો અને અગ્રણીઓ સાથે પણ એક મિટિંગનું આયોજન કર્યું હતું.
– તેઓએ સભાને સંબોધતા અને રાહુલ ગાંધી ઉપર ચોકીદાર ચોર મામલે સુપ્રીમ કોર્ટ મુદ્દે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીને નોટિસ આપી છે અને કહ્યું છે કે તેમને જે આરોપ ફાઈટર જેટ મામલે પ્રધાનમંત્રી ઉપર લગાવી પબ્લિકમાં એમ કહ્યું છે કે તેઓ આ ભ્રષ્ટાચારમાં શામિલ છે એવું સુપ્રીમ કોર્ટ કહ્યું છે તે વાત તદ્દન ખોટી છે. અને તેનો જવાબ તેઓએ એક અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટને આપવાનો છે. અને બીજી નોટિસ મીનાક્ષી લખીની પિટિશનમાં મળી છે. પોતાના કોંગ્રેસના મુખ્ય મંત્રી, ભૂતકાળના કેન્દ્રીય નેતાઓ 2G, 3G ના ગોટાળા કરી ગયા અને પોતાનાજ માણસો ચોરી કરી ગયા દેશની તિજોરી ખાલી કરી ગયા. અને રાત દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ જાગીને દેશની સુરક્ષા અંદર થી અને બોર્ડર પર અને તિજોરીની પણ ચોંકી કરે એના ઉપર ખોટા આક્ષેપો કરે. એનો મતલબ પોતે ચોર માચાયે શોર.
ગઠ બંધનવાળાઓએ હજી સુધી કોઈ જાહેરાત નથી કરી કે કોણ વડાપ્રધાન બનશે? એવું ના બને કે ઓછી બહુમતી આવે તો સવારે એક વડાપ્રધાન, બપોરે બીજા , સાંજે ત્રીજા , અને રાત્રે ચોથા. ચારે પહોર વડાપ્રધાન અલગ અલગ. એક તરફ સ્થિર સરકાર, મજબૂત સરકાર અને રાષ્ટ્રવાદ છે તો બીજી તરફ કૉંગ્રેસનો વંશવાદ છે.
માયાવતી હાથી પર કોથળા ભરી ભરીને રૂપિયા લઈ ગઈ અને જે લોકો કોલસાની દલાલીમાં પણ હાથ કાળા કરી ગયા તે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉપર આંગળી ચીંધે છે. આપણા મોદી તો ભારત માતાને દુર્ગા જેવા શક્તિશાળી, માં લક્ષ્મીજી જેવા સમૃદ્ધ અને સરસ્વતી જેવા જ્ઞાની બનાવશે, મોદીને ખબર હોય કે દાહોદમાં, લીમખેડામાં શુ તકલીફો છે કે ગરબાડામાં શુ ચાલે છે. રાહુલ ગાંધીને કહો કે ખાલી દાહોદ જિલ્લાના ત્રણ તાલુકાના નામ બોલી બતાવે, કાઈ ખબર નાઈ હોય એટલે જ આપડે મોદીને વડા પ્રધાન બનાવના. અને અબ કી બાર ફિર મોદી સરકાર માટે જ જસવંતસિંહને આપનો કિંમતી મત આપી ફરી જીત અપાવો.