KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે મોદી સરકાર દ્વારા રાંધણ ગેસમાં અચાનક રૂ.૮૬.૫૦ નો ભાવ વધારો કરી લોકોને મોંઘવારી માંથી મુક્ત કરવાને બદલે ભાર વધારી અને કમ્મર તોડી નાખવાના કેન્દ્રની મોદી સરકારના આ નિર્ણય સામે દાહોદ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા બેનરોને પ્લે કાર્ડ સાથે ધારણા પ્રદર્શન કરી દાહોદ નગર પાલિકા ચોક ખાતે વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા ૬ મહિનામાં કુલ ભાવ વધારો ૨૭૦ રૂપિયાનો કરવામાં આવ્યો છે જે હાલની કિંમત કરતા અધિક છે એટલે આવા ધરખમ ભાવ વધારો કરીને અચ્છે દિનના વાયદાને ભૂલીને વડાપ્રધાન મોદી બીજા માર્ગે જઇ લોકોને મુશ્કેલીમાંથી બહાર લાવવાની જગ્યાએ વધુ મુશ્કેલીમાં મુક્તા જઇ રહ્યા છે. જેથી અમે લોકોની લાગણીઓને ધ્યાને લઇ અને આ વિરોધ કરી રહ્યા છે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલએ જણાવ્યું હતું.