Saturday, February 1, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા સિટીઝન પર્સેપ્શન સર્વે હાથ ધરવામાં આવશે

દાહોદમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા સિટીઝન પર્સેપ્શન સર્વે હાથ ધરવામાં આવશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

જીવન ધોરણઆર્થિક સ્થાયીકરણ અને સાતત્યતા અંગે સ્માર્ટ સિટી હેઠળ સર્વે હાથ ધરવામાં આવશેનાગરિકોને ઓનલાઇન પ્રતિભાવ આપવા અનુરોધ

દાહોદ નગરમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા માટે ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઇઝ ઓઇ લિવિંગ સિટીઝન પર્સેપ્શન સર્વ હાથ ધરવામાં આવનાર છે. આ સર્વેમાંથી નાગરિકોના પ્રતિભાવો મેળવી એ પ્રમાણે ભવિષ્યના સ્માર્ટ સિટીના કામો હાથ ધરવામાં આવશે. અહીના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતા દાહોદ સ્માર્ટ સિટીના મુખ્ય કારોબારી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કેઇઝ ઓફ લિવિંગ સર્વેનું કામ કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવ્યું છે. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતો અંગે નાગરિકો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવશે. જેમાં જીવન ધોરણને લગતી બાબતોમાં શિક્ષણની સુવિધાઆરોગ્યની સુવિધાઆવાસગટર અને ઘન કચરા નિકાસ વ્યવસ્થાપનસુરક્ષા અને સલામતી અને ગતિશીલતાનો સમાવેશ થાય છે. જ્યારેઆર્થિક સ્થાયીકરણ માટે આર્થિક વિકાસનું સ્તરઆર્થિક તકો અને જીની કોફીએન્ટ ઇન્ડેક્સને સમાવવામાં આવ્યા છે. એ જ પ્રમાણે સાતત્યપૂર્ણતામાં વાતાવરણગ્રિન બિલ્ડીંગવીજળીનો ઉપયોગઉપયોગ અને સ્થિતિસ્થાપક્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સર્વેમાં કુલ ૨૨ પ્રશ્નોની એક પ્રશ્નાવલી આપવામાં આવશે. તેમાં સારા અને સસ્તા શિક્ષણઆરોગ્યસ્વચ્છતાગાર્બેજ કલેકશનઆનંદપ્રમોદના સ્થાનોની ઉપલબ્ધતાનાણાકીય સંસ્થાઓની કામગીરી સહિતની બાબતો અંગે નાગરિકો પોતાના પ્રતિભાવો આપી શકશે. આ માટે www.eol2019.org/citizenfeedback ઉપર જઇ નાગરિકો પોતાના પ્રતિભાવો આપી શકશે. પ્રતિભાવો આપવાની છેલ્લી તારીખ ૨૯-૨-૨૦૨૦ છે. આ પ્રતિભાવોના આધારે દાહોદ નગરના વિકાસ કામોનું આયોજન ધરવામાં આવનાર હોવાથી તે મહત્વના છે. એટલેનગરના તમામ નાગરિકોને આ પ્રતિભાવો આપવા ડો. ગોસાવીએ અપીલ કરી છે. દાહોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી અતુલ સિંહાએ પૂરક પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments