શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ શ્રી રામભક્ત રામરોટી મંડળ દ્વારા શારદા પીઠાધિશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના શુભ આગમન પ્રસંગે તા.૧૯ ડિસેમ્બરની સાંજે ૦૪:૩૦ વાગ્યાથી ભવ્ય બાઈક તથા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૦મી ડિસેમ્બરએ મીરાખેડી મુકામે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ પધાર્યાં હતા, તથા આશિર્વચન તથા ધર્મસભા શ્રી ભીલસેવા મંડળ સંચાલિત આશ્રમ શાળામાં દાહોદના વિવિધ ધર્મગુરૂ સાધુ સંતો જોડે સંવાદ કરી હતી. અને આજે તા.૨૧ મી એ નગરાળા મુકામે જી.પી. ધાનકા ટ્રસ્ટ સંચાલિત આશ્રમ શાળામાં આશિર્વચન તથા ધર્મસભા યોજાઈ હતી તેમજ શારદા પીઠાધિશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દાહોદમાં ભક્ત સ્નેહલભાઈ ભટ્ટના નિવાસસ્થાને પધાર્યાં હતા ત્યાં દાહોદના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોરએ પધારી સ્વામીશ્રીના આશીર્વાદ લીધા તથા આવતી કાલે તા.૨૨મી એ દેવધા મુકામે પૂ. શ્રી ગંગુ મહારાજના આશ્રમ ખાતે આશિર્વચન તથા ધર્મસભા યોજાશે.
HomeDahod - દાહોદદાહોદમાં શારદા પીઠાધિશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશિર્વચન...