THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મંત્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ યુનિટી માર્ચનું કરાવ્યું પ્રસ્થાન.
પ્રભારી મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મૂર્તિમંત કરાયેલા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો પર ભાર આપી પ્રેરક ઉદ્બોધન કર્યું.
રાષ્ટ્રવ્યાપી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ના ભાગરૂપે આજે દાહોદ શહેરના વિધાનસભા મતવિસ્તારમાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ કલેકટર યોગેશ નિરગુડેએ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત પરંપરાગત આદિજાતી નૃત્ય કરતા જઈને ઢોલ – નગારા – શરણાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી તેમજ મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો એ સરદાર સન્માન યાત્રાની સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચઢાવી-ફૂલો અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલએ મૂર્તિમંત કરાયેલા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. એમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન ભારતનો નકશો બનાવનાર અને પોતાનો જીવ દેશની આઝાદી માટે સમર્પિત કરનાર સરદાર પટેલ એ પોતે પદ મારે નહીં પરંતુ દેશ માટે જન્મ્યા છે, એ સાબિત કરી બતાવ્યું. આપણે સૌએ સરદાર સાહેબના આત્મનિર્ભર ભારત, સ્વદેશી અને સ્વચ્છતાના સંદેશને અપનાવવાનો છે. એ સાથે સૌએ સ્વદેશી શપથ લીધા હતા. ત્યારબાદ દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયા તેમજ મંત્રીશ્રી રમેશભાઈ કટારા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. એક પેડ માં કે નામ અંતર્ગત કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા નવજીવન આર્ટ્સ કોલેજથી શરૂ થઈને સ્વામી વિવેકાનંદ સર્કલ, ભગવાન બિરસા મુંડા સર્કલ, માણેક ચોક, દાહોદ નગરપાલિકાથી થઈને શ્રી સરદાર પટેલ પ્રતિમા, પડાવ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
પદયાત્રા દરમિયાન માર્ગમાં આવતા સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પદયાત્રા દરમ્યાન વિવિધ જગ્યાઓએ સરદાર સન્માન યાત્રાનું ફુલહાર ચઢાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી સહિત અન્ય નેતાઓ, વિદ્યાર્થીઓ અને સહભાગીઓ સાથે મળીને દાહોદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ રાષ્ટ્ર્રના ઉત્થાન માટે એકતા, સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીનો મહત્વનો સંદેશો ફેલાવ્યો હતો. આ પદયાત્રાથી સમગ્ર દાહોદ નગરમાં એક જીવંત વાતાવરણનું નિર્માણ થયું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય સરદાર પટેલના આદર્શોને જાળવી રાખવા અને સામાજિક સુમેળને મજબૂત કરવા માટે સમુદાયોને પ્રેરિત કરવાનો હતો.
એકતા પદયાત્રામાં મંત્રી રમેશભાઈ કટારા, જિલ્લા કલકેટર યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચયાત પ્રમુખ કરણસિંહ ડામોર, સાંસદ જશવંતસિંહ ભાભોર, સર્વે ધારાસભ્યો, અન્ય પદાધિકારીઓ, મહાનુભાવો અને અધિકારીઓએ કૂચમાં ભાગ લીધો હતો. આ સાથે નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, પ્રાંત અધિકારીશ્રી દવે, દાહોદ, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો, એન. એસ. એસ. અને એન. સી. સી. ટીમ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, યુવાનોએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.


