THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
આજે તા.૨૩/૦૬/૨૦૨૦ ને મંગળવારને અષાઢી બીજના દિવસે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના હનુમાન બજાર ખાતે આવી કોરોના મહામારી વચ્ચેની પરિસ્થિતમાં પણ શ્રી રણછોડરાયજી મંદિર ખાતેથી રથયાત્રાના પવિત્ર પર્વને સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે ધામધૂમથી ઉજવવામાં આવી.
આજ રોજ રણછોડરાયજી મંદિરમાં વહેલી સવારના ૦૫:૦૦ કલાકે મહાનુભાવો દ્વારા બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ ૦૭:૩૦ વાગે ભગવાનને તેમના સ્થાન ઉપર બિરાજમાન કરી આરતી કરવામાં આવી હતી. દાહોદ નગર પાલિકાના પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, પ્રવાસન નિગમમાં ડિરેકટર સુધીરભાઈ લાલપુરવાલા, ભાજપ મહામંત્રી દીપેશ લાલપુરવાલા, જગન્નાથ રથયાત્રા કમિટીના કમલેશભાઈ રાઠી તથા અન્ય સભ્યો, નગર પાલિકા અન્ય કાઉન્સિલર, દાહોદ ટાઉન P.I. વી.પી. પટેલ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં ભગવાનને રથમાં બેસાડી આરતી કરવામાં આવી હતી.
THIS NEWS POWERED BY –– PHONE WALE
નગર પાલિકા પ્રમુખ અને અન્ય સભ્યો દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી. અને પછી ઓલ કરાટે એશોષીએશનના પ્રમુખ રાકેશ ભાટીયા, મહામંત્રી કેયુર પરમાર અને ખજાનચી કલ્પેશ ભાટીયા તથા તેમની કરાટેની ટીમ દ્વારા ભગવાન બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજી ને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા શ્રી રણછોડરાયજી મંદિર સુધી ભગવાનના રથને ખેંચીને વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ દરેક નગરજનો માટે ભગવાનના દર્શન માટે રથને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને દરેક નગરજનો એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ભગવાનના દર્શન કરી પોતે ધન્યતા અનુભવી હતી.