રમઝાન શરૂ થયા અને સરકાર દ્વારા આ દરમિયાન સીઝ ફાયરનો હુકમ આપવામાં આવ્યો, જેના પરિણામ સ્વરૂપ દરરોજ દિવસમાં વારંવાર સેના ઉપર આતંકવાદી હુમલા થઇ રહ્યા છે અને વારંવાર સ્થાનિકો દ્વારા તેમના ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે જેનાથી ત્યાં ફરજ બજાવતા સેનાના જવાનો શહીદ થઈ રહ્યા છે. આ પ્રકારની ઘટનાથી જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ વધુ બગડી રહી છે તો આ વિષયના અનુસંધાનમાં દાહોદના હિન્દુ હી આગે ના સંગઠનના કાર્યકર્તાઓની માંગણી છે કે આપણા દેશના સૈનિકોના હાથ જે સીઝ ફાયરના નામે બાંધી દેવામાં આવ્યા છે તે ખુલ્લા કરવામાં આવે અને સૈનિકોને ખુલ્લો દોર આપવામાં આવે, જેનાથી રાષ્ટ્રહિત વિરુદ્ધનું કૃત્ય કરનારા તત્વો પર અંકુશ લાવી શકાય અને દેશ સેવા કરતાં સૈનિકોનું પણ મનોબળ વધે. આમ હિન્દુ હી આગેના કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજ વતી આ વિષયને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા અમો માંગીએ છીએ અને અમોને આશા છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ વિષયમાં યોગ્ય ઘટતી કાર્યવાહી કરવામાં આવે. આમ દાહોદના હિન્દુ હી આગે ના સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું.