THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લામાં 5મી એપ્રિલે યોજાશે સક્રિય સભ્યોનું એક વિશેષ સંમેલન મંત્રી અર્જુનભાઈ ચૌહાણ રહેશે ઉપસ્થિત. કાર્યક્રમને લઈ ભાજપની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરી શરૂ.
દાહોદ જિલ્લામાં દાહોદ શહેર ખાતે 5મી એપ્રિલે દાહોદ જિલ્લાના 3000 ઉપરાંત સક્રિય સભ્યો પેજ સમિતિ અને બુથ સમિતિના કાર્યકર્તાઓનું સંમેલન ગુજરાતના ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રભારી રાજેશ પાઠક તેમજ જિલ્લાના અને શહેરના તમામ મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ સંમેલનને લઈ દાહોદ મંડળની બેઠક દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર, મહામંત્રી નરેન્દ્રભાઇ સોની તેમાં સંગઠનના દાહોદ જિલ્લા અને શહેરના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યાલય ખાતે મળી હતી અને તમામ મંડળના અધિકારીઓને પોતાની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.