આજે તા.૧૮/૦૬ ૨૦૨૦ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના APMC ના કોન્ફ્ન્સ હોલમાં અખીલ ભારતીય લબાના સમાજ દ્વારા મીડિયાકર્મીઓનું કોરોના વોરિયર્સ તરીકે બહુમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા, અખિલ ભારતીય લાબના સમાજના પ્રમુખ ડો. રણજીતસિંહ નાયક, નેણાંસિંહ બાકલિયા, જીતેન્દ્રસિંહ નાયક, હરીશભાઈ નાયક, નવલસિંહ નાયક (મ.પ્ર.), ઉપેન્દ્રસિંહ નાયક, સોહનભાઈ બામણ, અમરસિંહ બઠા, નીલેશભાઈ બડદવાલ, સુંદરસિંહ હાડા, વિનોદભાઈ પડવાલ, બળવંતસિંહ ડાંગર, સચિન પડવાલ, અનિલ હાડા, મુકેશભાઈ ઘોતી, ડો.નીલમ બામણ, ડો.કિરીટ નાયક, ડો. રાજેન્દ્ર નાયક, જયેશકુમાર નાયક તથા સમાજના આગેવાનો, ડોક્ટર્સ મિત્રો, કર્મચારી મિત્રો હાજર રહ્યા હતા.
આ સમારંભમાં શરૂ કરતાં પહેલા શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. ત્યાર પછી ડો.રણજીતસિંહ નાયકે સ્વાગત સંબોધન કર્યું હતું ત્યાર બાદ સૌ મીડિયાકર્મીઓનું પુષ્પગુચ્છ તથા સમ્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રિય પ્રમુખ વિનોદભાઈ પટેલ, ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ નેહલભાઈ શાહ, ઉપપ્રમુખ ભાવેશભાઈ રાઠોડ તથા પ્રિતેશભાઇ પંચાલ, મહામંત્રી પ્રેમશંકરભાઈ કડિયા, મંત્રી પ્રવીણભાઈ કલાલ તથા પૂનમભાઈ નીનામા, ખજાનચી ઝેની શેખ તથા કારોબારી દીપ્તેસભાઈ દેસાઈ, સુભાષ એલાણી, હિમાન્સુ પરમાર, પ્રિયાંક ચૌહાણ, અનિલ જાદવ, કૃષ્ણકાંત કડિયા, કેતન ભટ્ટ, આનંદ શાહ, કેયુર પરમાર, રાજ ભરવાડ, કિંચિત દેસાઈ, આઝાદ મન્સૂરી, નીલ ડોડીયાર, હાજર રહ્યા હતા.
ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ નેહલભાઈ શાહએ તેઓના વક્તવ્યમાં જણાવ્યું કે કોરોના જેવી મહામારીમાં કોરોના વોરિયર્સની ભૂમિકામાં પોલીસ, ડોકટર્સ, નર્સ, સફાઈકર્મીઓની ખૂબ મોટી ભૂમિકા છે. જેને લોકો સુુધી પહોંચાડવાનું કામ મીડિયાકર્મી કરે છે. વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું કે દાહોદ જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન હેઠળ Dy. S.P. કલ્પેશ ચાવડા એ ખૂબ સરાહનીય કામગીરી કરી છે. તેઓ રાત રાત જાગીને ખંગેલા બોર્ડર પર જે કામગરી કરી હતી તે અમોએ રૂબરૂ જોયું છે અને તે બિરદાવા જેવું છે.તેમજ દાહોદ ટાઉન પી.આઈ વસંત પટેલ અને દાહોદ પાલિકા ચીફ ઓફિસર એ.એચ.સિંહા એ પણ બિરદાવા જેવી કામગીરી કરી છે. તથા આ અલંકારીક સ્વાગત અને અભિવાદન સમારંભ કરવા બદલ અખિલ ભારતીય લબાના સમાજ અને ખાસ કરીને તેઓના પ્રમુખ ડોકટર રણજીતસિંહ નાયકનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન બળવંતભાઈ ડાંગરે કર્યું હતું.