આજ રોજ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્વાદથી બાબા હરદેવ સિંહજીના 66મી જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારત દેશમાં 400 થી વધુ શહેરો અને 1320 થી પણ વધુ સરકારી દવાખાના તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સાથે બગીચા તથા અન્ય ઐતિહાસિક સ્મારકોની સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર દેશમાં 3 લાખ થી વધુ સેવાદળ તથા 21 લાખ થી વધુ નિરંકારી ભક્તોએ સક્રિય ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત સવારના 08:00 કલાકે દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઈજીના નેજા હેઠળ 400 થી પણ વધારે સેવાદળ અને એસ.એન.સી.એફ.ના સ્વયંસેવકો તથા નીરંકારી ભક્તોએ ઝાયડસ હોસ્પિટલ થી સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી. જે આગળ છોટે સરકાર, નહેરુ ગાર્ડન, માં ભારતી ઉદ્યાન, રામા શ્યામા પાર્ક થી માંડીને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા ગુલશન ગરમેન્ટ્સની આસપાસનો વિસ્તાર હાથ ધરવામાં આવ્યો હતો. સાથે સાથે ધામરડા, બોરડી, લીમડાબરા, ચીખલીયા, નગરાલા, નાંદવા, નવાનગર, ચિલાકોટા તથા જેસાવાડા ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પણ સફાઈ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતું.