ગુજરાતના હાલના મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ પુત્રી અનાર પટેલ ને વર્ષ 2011ની સાલમાં જયારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં આનંદીબેન મેહશુલ મંત્રી હતા તે દરમ્યાન અમેરેલી તાલુકાના પાટલા ગામે આવેલ વાન્વીભાગ 250એકર જમીન વાઇલ્ડ વુડ રિસોર્ટ એન્ડ રેઅલીટી પ્રાઈવેટ લીમીટેડ ને માત્ર રૂપિયા 15/- ના પાણી કરતા પણ ઓછા દરે વેચાણ આપી દીધી હતી. જેમાં આનંદીબેન ની પુત્રી અનાર ભાગીદાર હતી. પણ મહત્વની વાત તો એ છે કે આપ્યા પછી પણ તેને 6વર્ષ વીતી ગયા ત્યાં સુધી જમીન જે હેતુ માટે આપવામાં આવી હતી તે હેતુ સિદ્ધ નથી થયો જેથી આમ આદમી પાર્ટીના દાહોદના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે.
આમ આદમી પાર્ટી મુજબ આ જમીન ની કિંમત રૂ.500/- કરોડ થાય જે જમીન માત્ર રૂ.1.5/-કરોડમાં આપીધી હતી. શું આ ભ્રષ્ટાચાર નથી ? એટલેજ આ સમગ્ર મામલા ની સરકાર ધ્વારા SIT ના હસ્તક નિષ્પક્ષ તપાસ થાય અને આ જમીન ખરીદવાનું સાચો આવે તેવી માંગ અમમ આદમી પાર્ટી એ કરી છે. અને તેથીજ રાજના મુખ્યમંત્રી આનંદીબેન તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરી હતી.