DAHOD DESK
દાહોદ ARTO કચેરી ખાતે આજે 28માં માર્ગ સલામતી સપ્તાહનીઉજવણી કરવામાં આવી હતી. આ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન રોડ સફેટી સંબંધે વિવિધ કાર્યક્રમો જેવા કે શાળામાં શિબિર, સલામતી અને સુરક્ષા રેલી જેવા જુદા જુદા કાર્યક્રમો યોજી અને જાણ જાગૃતિ લાવવામાં આવશે. તેમજ દાહોદ ARTO ડી.એલ પટણી જણાવ્યું હતું કે ટ્રાન્સપોટરો દ્વારા વાહનો પાછળ રીફલેક્ટર લગાવવાજ જોઈએ અને દાહોદ ટાઉન પી.આઈ એમ.જી.ડામોરે જણાવ્યું હતું કે કોઈ પણ વાહન ચાલકે વાહન ચલાવતા મોબાઈલ ઉપર વાત ના કરવી જોઈએ અને પોતાનું વાહન પાર્ક સાઈડમાં પાર્ક કરીનેજ મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ જેથી મોટા વાહન અકસ્માતો થતા ઓછા થઇ જાય.આ કાયક્રમમાં દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તબેન મોદી, ARTO દાહોદ D.L Patni, દાહોદ ટાઉન PI M.G Damor, ટ્રાફિક ઇન્ચાર્જ ASI પલાશ, RTO kacherina નિર્મલ ચૌહાણ,ટ્રાન્સપોર્ટેર નરેશ દેસાઈ તેમજ દાહોદ rto કચેરી નો સ્ટાફ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.