EDITORIAL DESK – DAHOD.
રાજય સરકારના મહિલા સશકિતકરણ અભિયાનને સાર્થક કરવા શિક્ષણ અતિઆવશ્યક છે. : નગરપાલિકા પ્રમુખ સુશ્રી સંયુકતાબેન મોદી
દાહોદ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા મહિલા સશકિતકરણ માટે મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી થઇ રહી છે, તદ્અનુસાર દાહોદ ઇજનેરી કોલેજ ઝાલોદ રોડ, દાહોદ ખાતે મહિલા શિક્ષણ દિવસ નગરપાલિકા પ્રમુખ સુશ્રી સંયુકતાબેન મોદીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સુશ્રી સંયુકતાબેન મોદીએ જણાવ્યુ હતુ કે તત્કાલિન મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે કોઇપણ ક્ષેત્રના વિકાસ માટે મહિલાઓની મહત્તા છે. મહિલા શિક્ષણ લેશે તો તે બે ઘરને તારે છે બાળકોનો સારો ઉછેર કરી ઉજજવળ ભવિષ્ય માટે તૈયાર કરવા સાથે કૂંટુંબ, સમાજ, રાજય અને દેશનો વિકાસ થાય છે મહિલાઓના શિક્ષણ માટે સરકાર કટિબધ્ધ છે તેમ જણાવી દિકરીઓ સ્વચ્છતા, નેતૃત્વ, સ્વાવલંબન, માટે જાગૃતતા કેળવવા સુશ્રી સંયુક્તાબેન મોદીએ આહ્વાન કર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એમ.નિનામાએ મહિલાઓ શિક્ષણ લઇ આગળ વધે તે માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલિત છે. મફત શિક્ષણ, શિષ્યવૃત્તિ, નિવાસી છાત્રાલયો, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ ભણવા જવા માટે લોન સહાય વગેરે દ્વારા પ્રોત્સાહન આપવા સાથે ધો. ૧૧, ૧૨ ની વિધાર્થીનીઓ માટે ગુજકેટ – નીટની પરીક્ષાની તૈયારી માટે એક્સટ્રા કોચીંગ ક્લાસનું આયોજન છે. તેની જાણકારી આપતાં ઉપસ્થિત વિધાર્થીનીઓને શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત કરી હતી.
કોલેજના મિકેનિકલ પ્રાધ્યાપક શ્રી ડી.બી.જાનીએ વિધાર્થીની – મહિલાઓએ આત્મવિશ્વાસ સાથે શિક્ષણ સહિત અન્ય ક્ષેત્રોમાં મહિલાઓને જાગૃત થવા સાથે આગળ આવવા પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ.
દાહોદ બી.એઙકોલેજના આચાર્યશ્રીમતી નીતાબેન પટેલે સમાજમાં મહિલાએ પોતાના વ્યક્તિત્વના નિખાર માટે ધ્યેય નક્કી કરવા સાથે શિક્ષણ ખૂબજ મહત્વનું પુરવાર થશે. તેમ જણાવ્યુ હતુ.
જિલ્લા વિજ્ઞાન મંડળના મંત્રીશ્રી કમલેશ લીંબાચીયા તથા કોલેજના કેરિયર કાઉન્સિલર મદદનીશ પ્રાધ્યાપકશ્રી ઇશાકભાઇએ દ્રઢ મનોબળ અને વિશ્વાસ સાથે ઉચ્ચ અભ્યાસ કાર્યક્રમોમાં પ્રવેશ મેળવવા સાથે નીટ અને ગુજકેટની પરીક્ષાઓ માટેની રૂપરેખા, ઉચ્ચ અભ્યાસક્રમો ઇજનેરી કોલેજના વિવિધ અભ્યાસક્રમો, નોકરી મેળવવા માટેની તૈયારી વગેરે ઉપર વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. આ કાર્યક્રમમાં જુદી જુદી હાઇસ્કુલની વિધાર્થીનીઓને વિવિધ અભ્યાસક્રમોની જાણકારી, વર્ગખંડોની મુલાકાત સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.