દાહોદ જિલ્લા ના મુખ્ય મથક દાહોદ એસટી ડેપો દ્વારા મુસાફરો માટે વધુમાં વધુ સુવિધા શરૂ થઈ રહી છે તાજેતરમાં સવારે ૦૬:૦૦, ૦૮:૦૦, ૧૨:૦૦, ૧૮:૦૦, ૧૯:૦૦ કલાકની અમદાવાદની સી સર્વિસ ખૂબ સફળ રહી છે ત્યારે દાહોદ થી રાજકોટ જવા માટે સાંજે 19 કલાકે અદ્યતન સુવિધા યુક્ત એસી સ્લીપર કોચ પણ વધુમાં વધુ સફળ થઈ રહે છે ઉપરાંત દાહોદ ડેપો દ્વારા કચ્છના મુસાફરો માટે ટર્બો જ વધારાની સર્વિસ શરૂ કરેલ છે જે પીટોલ થી 18 15 કલાકે ઉપડશે અને દાહોદ થી 19 કલાકે ઉપડી 4:00 ભુજ પહોંચશે પરત 17 30 વાગ્યે પડશે આવનાર દિવસોમાં હજી સૌરાષ્ટ્ર કચ્છ તરફ વધુ નવી વર્ષ સુવિધાઓ આદિવાસી સમાજને જવા-આવવા ચાલુ કરાશે તેવી જાહેરાત દાહોદ એસટી ડેપોના સીનીયર ડેપો મેનેજર જે.આર બુચ દ્વારા કરાયેલ છે.