Wednesday, December 18, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ખાતે કૃષિક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

દાહોદ ખાતે કૃષિક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

દાહોદ તાલુકાનાં ચંદવાણા ગામમાં કૃષિ ક્ષેત્રમાં અધ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા નેનો યુરીયા ખાતરના છંટકાવ કરવા અંગેનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. શીતલબેન વાઘેલાએ ખેડૂતોને આધુનિક ઢબે ખેતી કરવા જણાવ્યું હતું અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉત્પાદન વધારવા કહ્યું હતું.
કાર્યક્રમમાં ડ્રોન ટોકનોલોજી દ્વારા કેવી રીતે નેનો યુરીયા છંટકાવ કરાય અને તેમાં લાભ અંગેની સહાય માટે જિલ્લા ખેતીવાડી અધિકારી એ માર્ગદર્શન આપ્યું હતું. જેથી ખેડૂતોને વધારે માહિતગાર થાય અને ડ્રોન ટેકોનોલોજીનો લાભ મેળવે.
ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાનના ઉપયોગ) નો લાભ કેવી રીતે અને કેટલો લાભ ખેડૂતો લઈ શકે તેની માહિતી અપાઇ હતી. જેમાં ડ્રોન ટેકનોલોજી યોજના અંતર્ગત ખેડૂતોને ડ્રોનથી છંટકાવ કરવા માટેના રૂ.૬૦૦/- પ્રતિ એકર અને ૫૦૦ મિલી નેનો યુરીયાની બોટલનાં રૂ.૨૪૦/- આમ કુલ રૂ.૮૪૦/- નાં ખર્ચની સામે રૂ.૫૦૦/- પ્રતિ એકર સહાય આપવામાં આવનાર છે. ખેડૂતને ફક્ત રૂ. ૩૪૦/-પ્રતિ એકરમાં ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છાંટી આપવામાં આવશે. ડ્રોન ટેકનોલોજી યોજના અંતર્ગત એક ખેડૂતને વધુમાં વધુ પાંચ એકર વિસ્તાર માટે છંટકાવ કરી આપવામાં આવશે. અને એક ખેડૂતને પાંચ છંટકાવ સુધી સહાય મળવાપાત્ર થશે. ડ્રોન ટેકનોલોજી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે પોતાના આધાર પુરાવા જેવા કે ૭/૧૨ અને ૮-અ ની નકલ, આધારકાર્ડ અને બેન્ક પાસબુક લઈ નજીકની ગ્રામપંચાયત, તાલુકા પંચાયત કે સાયબર કાફેમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૨૬/૦૮/૨૦૨૨ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે. વધુ માહિતી માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારીશ્રી અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી શાખાનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન ઝીથરાભાઈ ડામોર, અગ્રણી કરણભાઈ ડામોર, જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો, ખેતીવાડી શાખાના અધિકારીઓ, ઇફકોના પ્રતિનિધિ તેમજ ખુબજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments