EDITORIAL DESK – DAHOD
દાહોદ શહેરમાં વિવિધ આયોજક મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમાઓની શોભાયાત્રા કાઢી છાબ તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે. શહેરમાં વાહનની અડચણ ન થાય અને ટ્રાફિક નિયમન અસરકારક રીતે કરી શકાય તે માટે દાહોદ શહેરમાં વિવિધ સ્થળોએ થી પ્રવેશતા વાહનોના આવાગમન પર આંશિક પ્રતિબંધ મુકેલ છે. દાહોદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.એમ.ડામોરે મુંબઇ પોલિસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ તા.૫/૯/૨૦૧૭ ના રોજ દાહોદ શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન વાહન વ્યવહારની કોઇ અડચણ ઉભી ન થાય તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે ગણેશ વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી હુકમ ફરમાવેલ છે.
તદ્ અનુસાર દાહોદ શહેરમાં ગોધરા રોડ તરફથી આવતા વાહનો ગોધરા રોડ જૂના ઓકટ્રોય નાકા થઇ પરેલ, સી-સાઇડ થઇ વનચેતના કચેરી થઇ ઝાલોદ તરફ હંકારવાના રહેશે, ઇન્દોર હાઇવે તરફથી આવતા વાહનો ગરબાડા બાયપાસ થઇ, મુવાલીયા, ગોધરા રોડ, જુના ઓકટ્રોય નાકા, પરેલ સી-સાઇડ, વન ચેતના કચેરી થઇ ઝાલોદ તરફ હંકારવાના રહેશે, ચાકલીયા રોડ, ચાકલીયા તરફથી આવતા વાહનો ગોદીરોડ, રામા હોટેલ, વન ચેતના કચેરી થઇ સી-સાઇડ, વન ચેતના ઝાલોદ તરફ હંકારવાના રહેશે, દાહોદ બસ સ્ટેશનમાં પ્રવેશતી અને પ્રસ્થાન કરતી બસોએ પણ ઉપર મુજબના માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે,
આ હુકમ ઘી મોટર વ્હીકલ્સ એકટ, ૧૯૮૮ ની કલમ ૧૧૨(૩)માં જણાવેલ વાહનો, પોલીસ-સુરક્ષા દળના વાહનો તથા આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલ વાહનોને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ તથા મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે