THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયાના મુખ્ય સેન્ટર “કરાટે એકેડેમી” ખાતે તા.૦૮/૦૨/૨૦૨૦ અને તા.૦૯/૦૨/૨૦૨૦ શનિવાર અને રવિવાર એમ દ્વિ-દિવસીય કરાટે કેમ્પ વાડો-રયુ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચીફ કોચ અને ટેક્નિકલ ડાયરેક્ટર સિંહાન કાસીમ દાવ કે જેઓ વડોદરા થી દાહોદ આવી કરાટે સ્પર્ધામાં કાતા કેવી રીતે કરવા તેના માટે બે દિવસ તાલીમ આપી હતી. આ કરાટે ટ્રેનિંગ કેમ્પમાં દાહોદ જિલ્લા, પંચમહાલ જિલ્લા અને મહીસાગર જિલ્લાના અંદાજે ૫૦ જેટલા કરાટેકાઓ જેમાં બ્લ્યુ બેલ્ટ થી લઈ બ્રાઉન બેલ્ટ સુધીના કારટેકાઓ તથા ઉપરોક્ત ત્રણેય જિલ્લાના સિનિયર બ્લેક બેલ્ટ કરાટે કોચએ ભાગ લીધો હતો.
આ કરાટે ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયાના ચીફ કોચ અને ટેકનીકલ ડાયરેકટ સિંહાન રાકેશ એલ. ભાટિયા એ સિંહાન કાસીમ દાવ પાસેથી 6th ડાન બ્લેક બેલ્ટની ડીગ્રી પણ મેળવી હતી. અત્યાર સુધી સમગ્ર ભારતમાં વાડો-રયુ સ્ટાઇલમાં સિંહાન રાકેશ એલ. ભાટિયા એવા પાંચમા (૫) કરાટે કોચ છે જેઓએ ઉપરોક્ત સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારબાદ જે કારટેકાઓએ કરાટેની તાલીમ લઈ બેલ્ટ ગ્રેડેશનની પરીક્ષા આપી હતી તે દરેક કારટેકાઓને સિંહાન કાસીમ દાવના હસ્તે બેલ્ટ એનાયત કરવામાં આવ્યા હતા.
વધુમાં ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયાના પ્રમુખ રેન્સી વિનોદ ખપેડ દ્વારા સિંહાન કાસીમ દાવનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને કહ્યું કે પોતાનો વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં તેઓએ દાહોદમાં આવી કરાટેની પદ્ધતિસર તાલીમ આપી. ત્યારબાદ સિંહાન રાકેશ એલ. ભાટિયાને 6th ડાન બેલ્ક બેલ્ટ ડિગ્રી મેળવવા બદલ ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયાના જનરલ સેક્રેટરી કેયુર પરમાર તથા ખજાનચી કલ્પેશ ભાટિયા તથા સમગ્ર ટીમ વતી અભિનંદન પાઠવ્યા હતા.