EDITORIAL DESK – DAHOD.
દાહોદ નગરના દાહોદ-ચાકલીયા રોડ પર આવેલા અંડર બ્રિજમાં પાણી ભરાઇ જવાના કારણે અને તેનો સમયસર નિકાલ ન થતાં G.I.D.C. તરફ જતા આવતા લોકોને મુશ્કેલી થતી હોવાની રજૂઆત તેઓ તરફથી કરવામાં આવી હતી. તદ્દનુસાર પ્રજાને પડતી મુશ્કેલીના તાત્કાલિક નિવારણ માટે સંબધિત અધિકારીશ્રીઓ અને પદાધિકારી ઓની સાથે ચર્ચા-સમીક્ષા બેઠક જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રી જે.રંજીથકુમારે M.G.V.C.L. દ્વારા દિન-૨ માં જરૂરી કનેકશન આપી દેવા સૂચના આપવામાં આવી હતી. ૨૦ હોર્સ પાવરના ૪ પંપ દ્વારા પાણીના જથ્થાનો નિકાલ કરવા માટે જરૂરી કેપેસીટીની પાઇપ લાઇન નાખવા સૂચના આપવામાં આવી હતી રેલ્વે વિભાગ અને R. & B. વિભાગ (પંચાયત) દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લઇ તાત્કાલિક દિન-૭માં પૂર્ણ કરવા તાકીદ સાથે સૂચના આપી હતી.
આ બેઠકમાં કાર્યપાલક ઇજનેરશ્રી R. & B. વિભાગ (પંચાયત) જણાવ્યું હતું કે સંપની કામગીરી પૂર્ણ થયેલ છે. ૨૦ હોર્સ પાવરના ચાર પંપ રોટ સ્થળ પર લગાડવા માટે M.G.V.C.L.ને કનેકશન માટે અરજી કરવામાં આવી છે.
આ બેઠકમાં દાહોદ રેલવેના સિનીયર એન્જીનીયર(વર્કસ) શ્રી પી.ડી.પુષ્કર, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી રાયચંદાણી વગેરે ઉપસ્થિત રહયા હતા.