દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડની શ્રી વિવેકાનંદ મા. અને ઉ. મા. શાળાનું ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે યોજવામાં આવેલ કલાઉત્સવ – ૨૦૧૯ – ૨૦ અંતર્ગત જિલ્લા કક્ષાએ તા.૦૯/૧૦/૨૦૧૯ ને બુધવારના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ખરેડી ખાતે વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્રસ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ અંતર્ગત નિબંધ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ માં. અને ઉ.મા. શાળા, અભલોડ, તા. ગરબાડા. જિલ્લા દાહોદનો વિદ્યાર્થી જયદીપસિંહ ગોવિંદભાઈ પરમારે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી રાજ્ય કક્ષાએ પસંદગી મેળવેલ છે. શાળાના શિક્ષક આકાશ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હોઈ શાળાના આચાર્ય મનુભાઈ ભુરિયા તથા શાળા સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
દાહોદ જિલ્લાના અભલોડની શ્રી વિવેકાનંદ મા અને ઉ.મા. શાળાનું ગૌરવ
RELATED ARTICLES