દાહોદ જિલ્લાના અમરધામ કબીર મંદિર સાલીયાના મહંત 108 ઋષિકેશદાસ સાહેબ ગુરુ જ્ઞાનીદાસ સાહેબ તેમજ દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર તથા રાજ્ય પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગુરુ વગર જ્ઞાન અધૂરું ગણાય છે એટલે દરેક વ્યક્તિ હોય કે સમુદાય તે પોતાના એક ગુજુરું ને આદર્શમાંની તેમના જીવન મૂલ્યોમાંથી શીખ મેળવતા હોઈએ છીએ એટલેજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે . આજે કબીર મંદિર સાલિય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ જેમાં કબીર પંથ સમાજના સંત મહંત સાધુ સાહેબો તથા અન્ય ભાવિકો અને ભક્તો એ ગુરુ પૂર્ણિમા નિમિતે ગુરુજીના આશીર્વાદ લઈ સત્સંગ નો અનેરો લાભ લઈ પોતે ધન્યતા અનુભવી હતી તેમજ ગુરુજીની આરતી પછી ભોજન પ્રસાદીનો લાભ લીધો હતી . આમ સદગુરુ કબિરદાસ સાહેબ ની તેમજ ધની ધરમદાસ સાહેબની પ્રણાલિકા મુજબ ગુરુપૂર્ણિમાનો વાર્ષિક ઉત્સવ કબીર મંદિર સાલીયા ખાતે ધામધૂમ પૂર્વક ઉજ્વયો હતો.