GIRISH PARMAR – JESAWADA
દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારી (સુચીત) મંડળ દ્વારા જિલ્લા લેવલના આરોગ્ય મંડળમાં કેટલાય સમયથી ખાલી પડેલ પ્રમુખ, ઉપપ્રમુખ, મહા મંત્રી, સહમંત્રીના પદ માટે આજે તા.૦૮/૦૭/૨૦૧૮ રવિવારના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારી કર્મચારી (સુચિત) મંડળ દ્વારા જિલ્લા લેવલ નું સૂચિત મંડળ બનાવવા માટે આજે દાહોદ, ગરબાડા, ધાનપુર, દેવગઢ – બારીયા, લીમખેડા, ઝાલોદ એમ આ તમામ તાલુકાના આરોગ્ય સૂચિત મંડળ ના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, ખજાનચી આમ કુલ – ૨૪ સભ્યોની હાજરીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ. જેમાં પ્રમુખ પદ માટે સુરેશ.ડી.સોલંકીને – ૧૫ મત મળ્યા જયારે માવી કુલદીપને – ૧૦ મત મળ્યા ત્યારે સુરેશ ડી સોલંકી ને – ૧૫ મત મળતા દાહોદ જિલ્લા આરોગ્ય સુચિત મંડળના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી. બીજી બાજુ ઉપપ્રમુખ પદ માટે મનીષ ડી પંચાલને – ૧૭ મત મળ્યા ત્યારે અમિત ક્રીચ્યનને – ૮ મત મળ્યા ત્યારે ઉપ પ્રમુખ તરીકે મનીષ ડી. પંચાલની વરણી કરવામા આવી.
જિલ્લા આરોગ્ય કર્મચારી સુચિત મંડળના મહામંત્રી હેતલબેન ખાબડની બિન હરીફ વરણી કરવામાં આવી. સહમંત્રી તરીકે શૈલેષ ચાવડા તથા દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારી સૂચિત મંડળના મીડિયા કન્વીનર ગિરીશ સી. પરમારની બિન હરીફ વરણી કરવામાં આવી. કારોબારી સભ્ય તરીકે રવિન્દ્ર પરમાર, અલ્કેશ ડબગર, મનોજભાઈ, ભાભોર પ્રદીપ, અંગત સલાહકાર પાસાયા જગદીશ, મહેશ નિનામા, વારશિંગ ડામોર ની વરણી કરવામાં આવી.