THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ નગરપાલિકા અને ટાઉન પોલીસ દ્વારા આજે વધુ ૩ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. દાહોદ નગરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે નગર પાલિકા જનજાગૃતિ અભિયાન સાથે નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ કડક પગલાં લઇ રહી છે.
દાહોદ નગરના સ્ટેશન વિસ્તારમાં સોપારી અને તમાકુના વેપારીની દુકાન શિવ સોપારી ઉપરાંત દાહોદની રતલામી સેવ ભંડારને પણ આજે તા.૦૫/૦૮/૨૦૨૦ ને બુધવારના રોજ સીલ મારી દેવાયું છે. આ બંને દુકાનોના માલિક નિયંત્રિત વિસ્તારના રહીશો હોય અને તેમણે દુકાન ખુલ્લી રાખી હોઈ ગુજરાત સરકારના અને દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીના જાહેરનામાનો ભંગ થતો હોય આ બંને દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત ગોદી રોડ સ્થિત મોહનલાલ ચક્કીવાલા નામની દૂકાનને પણ નગર પાલિકાએ સરકારી સીલ સાથે તાળા મારી દીધા છે.